કહેવાય છે ને કે, ભણવાનો કોઈ સમય હોતો નથી. તે કહેવત આજે અમદાવાદના 70 વર્ષીય જયશ્રીબહેન શાહે સાબિત કરી બતાવ્યું છે.વૃત્તિ એટલે થાકીને બેસી જવું નહીં, પરંતુ નવી બાબતો શીખવાની શરૂઆત કરવી, આ વિધાનને અમદાવાદના જયશ્રીબહેને સાર્થક કરી છે. 70 વર્ષીય જયશ્રીબહેન શાહે ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં માસ્ટર ડિગ્રી ઇન પ્રાકૃત ભાષામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 2 વર્ષ પહેલાં તેમણે અભ્યાસ શરૂ કર્યો હતો. 33 વર્ષ શિક્ષક અને પ્રિન્સિપાલ તરીકેથી નિવૃત્ત થઇને નવું શીખવાની ધગશ માટે ફરી અભ્યાસ શરૂ કર્યો. તેમને પીએચડીની ડિગ્રી મેળવવાની ઇચ્છા છે.
રિટાયર્ડ થયા પછી સર્ટિફિકેટ કોર્ષ કર્યો
જયશ્રીબહેને જણાવતા કહ્યું કે, 33 વર્ષ સુધી કલોલની વખારિયા પી.જે હાઇસ્કૂલમાં નોકરી કરીને 2011માં તેઓ પ્રિન્સિપાલના પદેથી નિવૃત્ત થયા હતા. 1972માં બીએસસી અને 1990માં એમએડ કર્યું હતું. હંમેશા નવી નવી બાબતો શીખવાનું પસંદ કરતા હતા.
જયશ્રીબહેને જણાવ્યું કે, 2011માં રિટાયર્ડ થયા બાદ એક વર્ષ મેં અલગ અલગ પ્રવૃત્તિ કરી. પરંતુ ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી મેં એક સર્ટિફિકેટ કોર્સ કર્યો. મને હંમેશા નોલેજ મેળવવું ગમે છે. સતત કંઇક એક્ટિવિટી કરતા રહેવું પસંદ છે. જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે પણ મને વિદ્યાર્થીઓ માટે નવી નવી બાબતો કરવામાં રસ હતો. જૈન ધર્મનું સાહિત્ય પ્રાકૃત ભાષામાં છે, તેથી મેં પ્રાકૃત ભાષાનો કોર્સ કરવાનો પસંદ કર્યો.
દાદી-પૌત્રી એક સાથે પરીક્ષાની તૈયારી કરતા હતા
જયશ્રી બહેનના જણાવ્યા પ્રમાણે, પરીક્ષા સમયે મારી પૌત્રી ધો.10માં અભ્યાસ કરતી હતી. તેથી અમે બંને એક સાથે તૈયારી કરતા હતા. મને હંમેશાં નવી નવી બાબતો શીખવામાં ખૂબ જ રસ હતો. મારા ઘરના લોકોનો પણ આ બાબતમાં સપોર્ટ હતો. હું ભવિષ્યમાં પી.એચડીની ડિગ્રી મેળવવા માટે પણ મહેનત કરવા તૈયાર છું.
2009માં મોદીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો
2009માં નરેન્દ્ર મોદીના હસ્તે જયશ્રી બહેનને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો હતો. 33 વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દીમાં 10 વર્ષ સ્કૂલના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle