ચોરીથી બચવા ઘરની ચાવી બુટમાં સંતાડીને બહાર ગયો પરિવાર, તસ્કરોએ પણ એવું મગજ ચલાવ્યું કે વગર તોડફોડે લુંટી લીધું ઘર

આજકાલના જમાનામાં જ્યારે લોકો ઘરની બહાર જાય ત્યારે લોકોને ઘરમાં ચોરી ના થાય તેની ચિંતા રહેતી હોય છે. જેને લઈને લોકો અવનવા આઇડિયા પણ અપનાવતા…

આજકાલના જમાનામાં જ્યારે લોકો ઘરની બહાર જાય ત્યારે લોકોને ઘરમાં ચોરી ના થાય તેની ચિંતા રહેતી હોય છે. જેને લઈને લોકો અવનવા આઇડિયા પણ અપનાવતા હોય છે. આજના સમયમાં લોકોને પાડોશીઓ પર પણ ભરોસો ન હોય તેમ જાણે કે, ઘરની ચાવી દિવાલના કબાટમાં કે અન્ય જગ્યાઓએ છુપાવતા હોય છે. પરંતુ તસ્કરો પણ ચાલક હોય છે. ગુજરાતમાં આણંદના પેટલાદ તાલુકામાં રામોલમાં રહેતો પરિવાર ઘરની બહાર શૂઝ સ્ટેન્ડમાં બુટમાં ચાવી મુકી બહાર ગયો હતો.

બહારથી આવીને જોયું તો રૂમમાં તિજોરી ખુલ્લી હતી અને તેમાંથી 95 હજારના સોના ચાંદીના દાગીના ગાયબ તહી ગયા હતા. પહેલા તો ચોર આવ્યા હોય તેમ નહીં પણ આસપાસની કોઈ વ્યક્તિ આવી હોવાની શંકા આ પરિવારને હોવાથી તેઓએ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ આખરે જાણવા મળ્યું કે તસ્કરો ચોરી કરી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરના વસ્ત્રાલ આરટીઓ પાસે આવેલા માધવ હોમ્સ પાસેના આશીર્વાદ ડ્રિમ્સમાં રહેતા નિર્મલભાઇ વાળંદ એક બેંકમાં બાપુનગર બ્રાન્ચમાં એસ.ઓ તરીકે ફરજ બજાવે છે. 2 માર્ચના રોજ સવારના અરસામાં તેમના પિતા ધંધા ઉપર ગયા હતા. બપોરના એક વાગ્યાના અરસામાં તેઓ, તેમના માતા અને પત્ની મકાન બંધ કરી મકાનની ચાવી બાજુમાં સીડીના પગથીયા ઉપર મુકેલ બૂટમાં મુકી વડતાલ હોસ્પિટલ ગયા હતા. અને રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં પરત આવ્યા હતા. નિર્મલભાઇ સહિતના પરિવારજનો ઘરમાં આવતા ઘરમાં તેમની પત્નીએ જોયું તો ઘરની તિજોરી થોડી ખુલ્લી હતી.

તિજોરીમાં જોતા એક બોક્સમાં મુકેલ સોનાનો સેટ કે જે ત્રણ તોલા વજનનો હતો અને એક સોનાની ચેઇન તથા એક ચાંદીનો કંદોરો સહિત 95,000ના સોના ચાંદીના દાગીના ગાયબ થઈ ગયા હતા. જેથી ચોરી થઇ હોવાની શંકા તો તેઓને ગઈ હતી. પરંતુ ઘરનું લોક તૂટેલો ન હોવાથી તેઓએ તપાસ કરી હતી અને આસપાસનો કોઈ વ્યક્તિ ઘરમાં આવ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવા લાગ્યા હતા.

જેથી તેઓએ તે બાબતે ત્યારે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી અને માત્ર અરજી આપી હતી. પરંતુ આટલા દિવસની તપાસ બાદ તેઓને જાણવા મળ્યું કે, બંધ મકાનની બહાર મુકેલા બૂટમાં જે ચાવી હતી તે ચાવીથી લોક ખોલી તસ્કરોએ ઘરમાં પ્રવેશી 95 હજાર રૂપિયાની ચોરી કરી હતી. જેથી આ અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *