‘JEE એડવાન્સ’ પરીક્ષામાં ઝળક્યો ગુજરાતનો સિતારો: અમદાવાદનાં નમન સોનીએ વગાડ્યો ડંકો, ટોપ-100માં ગુજરાતના 10 વિદ્યાર્થીને મળ્યું સ્થાન

હાલમાં એક ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એટલે કે, IITએ JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કર્યું છે ત્યારે JEE…

હાલમાં એક ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એટલે કે, IITએ JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કર્યું છે ત્યારે JEE એડવાન્સ્ડની પરીક્ષાનું આયોજન 3 ઓક્ટોબરે કરાયું હતું કે, જેમાં સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે.

ગુજરાતના નમન સોની (છઠ્ઠી રેન્ક), અનંત કિડામબી (13મી રેન્ક), પરમ શાહ (52મી રેન્ક), લિસન કડીવાર (57મી રેન્ક), પાર્થ પટેલ (72મી રેન્ક) તથા રાઘવ અજમેરા (93મી રેન્ક) ટોપ 100માં સ્થાન પામ્યા છે. આ એક ખુબ ગર્વની વાત કહેવાય!

ટોપ-50માં આવવાની ગણતરી:
JEE નું પરિણામ આવ્યું છે ત્યારે સમગ્ર દેશની ખ્યાતનામ IIT માં પ્રવેશ લેવા માટે JEE એડવાન્સ ની પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે આ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે. નમન સોની નામના વિદ્યાર્થીએ છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. વિદ્યાર્થી નમન સોનીએ ટોપ-50 સુધીમાં રેન્ક આવવાની ગણતરી કરી હતી તેમજ તેની છઠ્ઠી રેન્ક આવી છે.

દરરોજનું 4-5 કલાક વાંચન:
નમન સોનીએ વાતચીતમાં કહ્યું હતું કે, મેં JEE એડવાન્સ માટે 9માં ધોરણમાં હતો ત્યારથી જ મહેનત શરૂ કરી હતી. મારા પિતા બિઝનેસમેન છે તેમજ માતા હાઉસ વાઈફ છે. બંને લોકોનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે. હું દરરોજ 4-5 કલાક રીડિંગ રાખ્યું હતું તેમજ 3 કલાકના કોચિંગ કર્યા હતા. મારી સાથે મારી નાની બહેન જે 8માં ધોરણમાં ભણે છે તે પણ ભણતી હતી.

કોરોનામાં પણ ઓફલાઈન શિક્ષણ જેવો માહોલ:
કોરોનામાં પણ ઓનલાઇન ક્લાસ હોવા છતાં ઘરે ઓફલાઈન ક્લાસ જેવો માહોલ ઉભો કરાયો હતો. મેં ખુબ મહેનત કરી હતી કે, જેના પરથી મને આશા હતી કે, મારે ટોપ-50માં મારી રેન્ક આવશે પણ પરિણામ સામે આવ્યું ત્યારે મારો છઠ્ઠી રેન્ક હતી કે, જે જાણીને મને ખૂબ ખુશી થઈ છે. મારા ગણતરી કરતા પરિણામ ખુબ સારું આવ્યું છે. હવે IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સ કરવાની મારી ઈચ્છા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *