JEE-NEET પરીક્ષા મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, NSUIના કાર્યકર્તાઓ ભૂખ હડતાલ પર

કોરોના કાળમાં JEE-NEET પરીક્ષા લેવા અંગે હંગામાઓ થવાનું બંધ જ નથી રહ્યું. આજે કોંગ્રેસ આ અંગે દેશવ્યાપી પ્રદર્શન કરવા જઈ રહી છે. કોંગ્રેસ રાજ્ય અને જિલ્લા મથકો પર કેન્દ્ર સરકારની કચેરીઓ સામે વિરોધ પ્રદર્શન કરશે. ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાત કરવામાં આવશે અને JEE-NEET મુલતવી રાખવા અપીલ કરવામાં આવશે.

જેઇઇ-નીટ પરીક્ષાના વિરોધ માટે ઓનલાઇન અભિયાન પણ શરૂ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આજે દેશવ્યાપી ઓનલાઇન અભિયાન #SpeakUpForStudentSaftey ચલાવવામાં આવશે, એટલે કે 28 મીએ સવારે 10 વાગ્યાથી વીડિયો, પોસ્ટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અપીલ કરી હતી કે, ‘લાખો મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ સાથે તમારા અવાજ જોડો. આજે સવારે 10 વાગ્યાથી #SpeakUpForStudentSafety. આવો, સરકારને વિદ્યાર્થીઓની વાત સાંભળવા માટે કહો.

કોંગ્રેસ સહિત સાત વિપક્ષી રાજ્યોના નેતાઓ પ્રેસ સાથે વાતચીત કરશે. આ પ્રેસ મીટીંગ સાંજે 4:30 વાગ્યે છે, જેમાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી અને બાકીના 7 રાજ્યોના નેતાઓ પણ ભાગ લેશે. કોંગ્રેસ યુવા સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ 11:00 વાગ્યાથી ભૂખ હડતાલ પર બેઠા છે. આ સાથે યુથ કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *