મુકેશ અંબાણી બાદ હવે ગૌતમ અદાણીના નાના પુત્રની થઇ સગાઈ, જાણો કોણ બન્યા વેવાઈ…

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના પુત્ર જીત અદાણીએ રવિવારે સગાઈ કરી હતી. અમદાવાદમાં જીતની સગાઈ(engagement)નું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ રવિવાર, 12…

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના પુત્ર જીત અદાણીએ રવિવારે સગાઈ કરી હતી. અમદાવાદમાં જીતની સગાઈ(engagement)નું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ રવિવાર, 12 માર્ચ 2023ના રોજ દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે, જીત અદાણીની દુલ્હનનું નામ ‘દિવા જૈમિન શાહ’ છે. દિનેશ એન્ડ કંપની.પ્રા.લિ.ના માલિક જૈમિન શાહની પુત્રી છે. ગુજરાત(GUJARAT)ના અમદાવાદમાં એક ખાનગી સમારંભમાં સગાઈનો કાર્યક્રમ યોજાયો હતો. આમાં બંને પરિવારના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. જોકે, લગ્નની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

દિવા જૈમિન શાહ હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે. જીત અને દિવાની સગાઈની વિધિ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી, તેથી આ સંબંધમાં વધુ માહિતી બહાર આવી નથી. સગાઈ સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં જીત અને દિવા પેસ્ટલ ટોનના પરંપરાગત પોશાક પહેરેલા જોવા મળે છે.

જીત અદાણી વિશે…
ગૌતમ અદાણીને બે પુત્ર છે. મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાનાનું નામ જીત અદાણી છે. નાનો પુત્ર જીત અદાણીનો જન્મ 7 નવેમ્બર 1997ના રોજ થયો હતો. જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. જીત વર્ષ 2019માં ભારત પરત ફર્યો હતો. જીત અદાણી અને તેમના મોટા ભાઈ કરણ બંનેએ વિદેશમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. જીતે પણ તેના પિતા અને ભાઈની જેમ બિઝનેસ સંભાળવાનું શરૂ કર્યું છે.

અદાણી ગ્રુપનો બિઝનેસ સંભાળે છે જીત અદાણી 
જીત અદાણી વર્ષ 2019 થી અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલા છે અને તેમનો બિઝનેસ તેમના પિતા સાથે શેર કરી રહ્યા છે. જીત અદાણીને વર્ષ 2022માં અદાણી ગ્રુપમાં વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપનો દેશ અને દુનિયામાં મોટો બિઝનેસ છે. આ જૂથના સ્થાપક અને અધ્યક્ષ ગૌતમ અદાણી છે. અદાણી ગ્રૂપ મુખ્યત્વે બંદરો, તેલ અને ગેસની શોધ, વીજ ઉત્પાદન, કોલસાના વેપાર, ગેસ વિતરણ અને કોલસાના ખાણકામના વ્યવસાય સાથે સંકળાયેલું છે.

જીતે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં કર્યો અભ્યાસ
પેસ્ટલ બ્લુ દુપટ્ટા સાથે એમ્બ્રોઇડરી કરેલા લહેંગામાં દિવા ડ્રોપ ડેડ ખૂબસૂરત દેખાતી હતી. જ્યારે, જીત હળવા રંગના એમ્બ્રોઇડરી જેકેટ સાથે પેસ્ટલ બ્લુ કુર્તા સેટમાં જોવા મળ્યો હતો. જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ 2019માં અદાણી ગ્રૂપમાં જોડાયા હતા અને હાલમાં તેઓ ગ્રૂપ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે.

અદાણી ગ્રૂપની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબ, સ્ટ્રેટેજિક ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને રિસ્ક એન્ડ ગવર્નન્સ પોલિસીની દેખરેખ રાખીને જીતે ગ્રુપ CFOની ઓફિસમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. વેબસાઈટ અનુસાર, જીત અદાણી ગ્રુપના એરપોર્ટ બિઝનેસ તેમજ અદાણી ડિજિટલ લેબ્સના વડા છે.

2013માં થયા હતા મોટા પુત્ર કરણના લગ્ન 
આ અગાઉ, ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણના લગ્ન જાણીતા કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફની પુત્રી પરિધિ અદાણી સાથે થયા હતા. કરણ અદાણી અને પરિધિના લગ્ન વર્ષ 2013માં થયા હતા. બંનેના લગ્નમાં PM મોદી પણ પહોંચ્યા હતા. કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ એન્ડ SEZ લિમિટેડ (APSEZ) ના CEO છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *