લગ્નની ખુશીમાં ભાન ભૂલ્યો યુવક, રસ્તે જતા પોલીસને કરી લીધી કિસ- પછી પોલીસે જે કર્યું… જુઓ વિડીયો

વાયરલ(Viral): મોટાભાગના ભારતીય લગ્નો ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લગ્નના દિવસે, વર અને કન્યા બંને ખૂબ જ ઉત્સાહિત હોય છે અને આ ખાસ…

વાયરલ(Viral): મોટાભાગના ભારતીય લગ્નો ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લગ્નના દિવસે, વર અને કન્યા બંને ખૂબ જ ઉત્સાહિત હોય છે અને આ ખાસ દિવસની આતુરતાથી રાહ જોઇને બેઠા હોય છે. ત્યારે વરરાજાની જાનમાં પણ જાનૈયાઓને ભારે જોશ અને ઉત્સાહ જોવા મળે છે અને ખુબ જ ડાન્સ કરે છે, નાચે છે. ત્યારે આ બધા વચ્ચે એક એવો વિડીયો(Video) સામે આવ્યો છે જેને જોઇને સૌ કોઈ હેરાન પરેશાન થઈ જાય છે.

આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોયા પછી તમે ચોંકી જશો. વિડીયોમાં જોઈ શકાય છે કે, શરુ રસ્તા પરથી પસાર થતી વખતે જાનૈયાનું એક ગ્રુપ ડીજેના તાલે નાચી રહ્યું છે. આ દરમિયાન એક પોલીસકર્મી ચાલતા જોવા મળે છે. અચાનક લગ્નની જાનમાંથી એક યુવક પોલીસને રોકે છે અને તેને ભેટી પડે છે. આટલું જ નહીં યુવક તેને કિસ પણ કરી લે છે જેના પર પોલીસકર્મી તેને ધક્કો મારીને પાછળ ધકેલી દે છે. જો કે યુવક નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેની આ પ્રકારની હરકત બાદ તે પોતાનો ડાન્સ શરુ રાખે છે. એક ક્ષણ માટે એવું લાગી રહ્યું છે કે, પોલીસ હમણાં જ પેલા વ્યક્તિને સારો એવો મેથીપાક આપશે.

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વિટર યુઝરે શેર કર્યો છે. આ વિડીયો ને એક લાખથી વધુ લોકોએ જોયો છે. વિડીયોને 1600 કરતા વધુ લાઈક્સ કરવામાં આવી છે. તે જ સમયે, વિડિઓ પર યુઝર્સ ખૂબ જ ચોંકાવનારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મહત્વનું છે કે, હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને સૌ કોઈ લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડીયો જોઇને થોડા સમય માટે તો એમ લાગે છે કે, પોલીસ હમણાં જ પેલા યુવકને બરોબરનો મેથીપાક ચખાડશે, પણ એવું બનતું નથી અને પોલીસકર્મી ત્યાંથી ચાલ્યા જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *