સુરત (Surat)માં દિવસેને દિવસે ક્રાઈમ(Crime) ખુબ જ વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને દુષ્કર્મ (Mischief)ની ઘટનાઓના આકડા ખુબ જ વધી રહ્યા છે. એવામાં વધુ એક સંબધોને લાંછન લગાવતી ઘટના સુરતના ઉધના વિસ્તાર (Udha area)માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં મધ્ય પ્રદેશ (Madhya Pradesh)થી કામધંધાની શોધમાં આવેલ દંપતિ સાથે કૌટુંબિક ભાઇએ ન કરવાનું કામ કર્યું હતું. કામ ધંધા માટે સુરતના ઉધના વિસ્તારમાં બોલાવ્યા બાદ નાનાભાઈની પત્ની પર મોટાભાઈ દ્વારા ધાકધમકી આપી પાંચથી વધુ વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગે મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી. તેથી પડિત મહિલાના પરિવાર દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
વાસ્તવમાં, મૂળ મધ્યપ્રદેશના સિંધી જિલ્લાના બહરી તાલુકાના ચમરહદી ગામમાં રહેતો રવિશંકર હિંચલાલ કુસ્વાહ છેલ્લા કેટલાક સમયથી સચિનમાં સ્થાયી થઇ સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરી કરતો હતો. ગત માર્ચ મહિનામાં રવિશંકરે વતનમાં રહેતા તેના કૌટુંબિક ભાઇને ફોન કરી કામધંધા માટે વતન કરતા સુરતમાં ઘણી તક છે, વતન કરતા સારો પગાર મળશે, બચત પણ થશે અને પરિવારનું ગુજરાન પણ ચાલશે એમ કહી સુરત આવવા દબાણ કર્યુ હતું. જેના કારણે આ યુવક ગત 16 માર્ચે પોતાની પત્નીને લઈને સુરતના સચિન વિસ્તારમાં આવ્યો હતો.
અહી પોતાના કૌટુંબિક ભાઈના ઘરે આવેલો યુવાન કંપનીમાં નોકરી કરતો હતો. તેમજ આરોપી યુવક પણ કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે રાત્રી દરમિયાન આ યુવક તેના ભાઈ સાથે બહાર સુતો હતો. તેમજ યુવકની પત્ની અંદર રૂમમાં એકલી સુતી હતી. જેનો ગેરલાભ ઉઠાવી રવિશંકર મધરાત્રે રૂમમાં ગયો તેમજ ધાક ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું. એક વાર નહિ, પરંતુ આરોપી યુવકે પાંચ વાર કરતા પણ વધુ વાર દુષ્કર્મ આચર્યું હતું.
તેથી ગત 5 મેના રોજ રવિશંકર વતન ગયો ત્યારે તેને શંકા ગઇ હતી કે નાના ભાઇની પત્ની સાથેના કુકર્મની જાણ થઇ જશે એટલે વતન ગયા બાદ ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી મહિલા પોતાના વતન ગઈ ત્યારે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરી હતી. જેથી આ મામલે કુટુંબીક મોટાભાઈ અને જેઠ એવા યુવાન વિરુદ્ધ મધ્યપ્રદેશ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી મધ્યપ્રદેશ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ માટે સુરતના સચિન પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી આપી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.