ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે રાજકોટમાં દારૂની રેલમછેલ – પોલીસે 25 બેરલ સાથે બુટલેગરની કરી ધરપકડ

રાજકોટમાં કડક દારૂની બંધી હોવા છતાય અહીં દારૂની કોઈ કમી નથી, અહી દેશી દારૂનો ઉદ્યોગ ગૃહ છે. જેતપુર માંથી 25 બેરલ પ્રવાહીના દારૂ પોલીસે બે દિવસમાં ઝડપ્યું. રાજકોટમાં કેમિકલ લાવ-લાયજનાર બુટલેગર હોવાથી તે દેશી દારૂમાં ઉપયોગ કરતો હોવાની આશંકાએ પકડાયેલ કેમીકલના સેમ્પલ લઈ FSL મોકલવામાં આવ્યા હતાં.

આજ થી છ મહિના પહેલા બોટાદના એક-બે ગામમાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી ઘણા લોકોના મોત થાય હતા. કેમિકાળવાળા દારૂ અંગે ભારે ઉહાપોહ થય હતી હતી, પણ થોડા સમય જતા કેમિકલનો મામલો શાંત થય ગયો હતો. ત્યાર બાદ કેમિકલ અન્ય શહેરોમાં પણ વેચાવા લાગ્યું હોવાની આશંકા હતી, ત્યારે જેતપુર શહેરમાં બે દિવસમાં જુદી જુદી જગ્યાએથી કેમિકલના 200 લિટરનું એક એવા 25 બેરલ મળી આવી છે, તેમાં 500 હતો, જે 5000 લીટર કેમિકલનો જથ્થો પોલીસે ઝડપી લીધો છે.

જેતપુરમાં આંબલીયા નગરમાં આવેલી એક બંધ દુકાનમાંથી 420 લીટર દેશી દારૂ અને સાથે 15 બેરલ શંકાસ્પદ કેમિકલનો જથ્થો મળ્યો હતો. જે પોલીસે ઝડપી લીધો છે. ત્યાર બાદ આજે નવાગઢ પાસેથી એક બોલેરો જીપમાંથી 10 બેરલ શંકાસ્પદ કેમિકલ સાથે બે શખ્સોને પોલીસે હસ્તગત કર્યા હતાં. જેતપુરના ડીવાયએસપી રોહિત ડોડીયાએ આ અંગે જણાવ્યું કે, કેમિકલ શંકાસ્પદ લાગતા એફએસએલની ટીમને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ આવ્યા બાદ કેમિકલ હોવાની જાણ થતા, અન્ય કલમ હેઠળ ગુન્હો નોધ્યા. પરંતુ બંને બનાવોમાં બુટલેગરો જ સંડોવાયેલ હોવાથી આ કેમિકલમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગ થતું હોવાનું પોલીસનું માનવું છે.

પોલીસનું કહેવું છે કે, મૂળ સુધીને જઈને તપાસ કરીને તમામ આરોપીને પકડવામાં આવશે, અને સાથે સાથે કેમિકલ ટ્રાન્સપોર્ટ મારફતે કે રોડ મારફતે આવ્યું હશે તો તેની તમામની પૂછપરછ કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં કેમિકલ મુંબઇ અને અમદાવાદથી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *