ગુજરાત વધુ એક સામુહિક દુષ્કર્મથી ધ્રુજ્યું- જેતપુરની યુવતી બની શિકાર

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ.

મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે.

ગુજરાતના રાજકોટ જીલ્લાનું એક મહત્વનું નગર જેતપુર શહેરની એક 18 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને ભોળવી એક યુવાને મિત્રતા કરી તેને જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી બળજબરી પૂર્વક એક વાર નહીં પણ ત્રણ-ત્રણ વખત જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગરેપ કરી ફોટા પાડી તે ફોટા જાહેર કરવાની કરવાની ધમકી આપી બે થી ત્રણ લાખ જેવી રકમ પણ પડાવી હોવાની સગીરાએ ઇ મેઈલથી પોલીસને ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

આરોપી ધવલ પારખીયા

ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વલ પારખીયા નામના યુવાને તેને કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી ત્યાં રાજુભાઇ,અદા અને ધવલ નામના મિત્રો પણ હતા. જેમાં ધવલ તેમજ રાજુ અને અદાએ પણ સંબંધ બાંધ્યો અને ધવલે તેના મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ પણ રાજકોટના રોનક દોંગા તેમજ વાડી માલિકે તેની સાથે દુષ્કર્મ કર્યું.

આવો સીલસીલો ચાલુ જ રહ્યો જેમાં ધવલ ફોટા જાહેર કરવાની ધમકી આપી જો નહીં આવે તો તેના ભાઇને મારી નંખાશે તેમ કહી દરરોજ શારીરિક સંબંધ બાંધતો હતો. આ ઉપરાંત, દિલીપભાઈ ઘૂઘરવાળાના ઘરે તેમના પુત્ર ખુશાલે પણ હવસ સંતોષી હતી. સગીર વિદ્યાર્થિનીને ધમકાવી રૂપિયા પડાવી લીધા હોય સગીરા ઘર છોડીને ચાલી ગઈ હતી પરંતુ પરિવાર વીરપુર પાસેથી પરત લઈ આવતાં તેણીએ આખી ઘટના બયાન કરી હતી.

પરીવારે પ્રથમ ઇ મેઈલ દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ સીટી પોલીસ સ્ટેશન જાણ કરતા સીટી પોલીસે સગીરાને પોલીસ સ્ટેશને બોલાવી ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી છે. અને હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *