Surat Jewellers Strike: સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને 30 માર્ચ 2025ના રોજ હડતાળનો કોલ આપવામાં આવ્યો હતો. ત્યારે 30 માર્ચના (Surat Jewellers Strike) રોજ સુરત શહેરમાં રત્નકલાકારો દ્વારા રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં આ રેલીમાં રત્નકલાકારો જોડાયા હતા. વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી યોજાઈ હતી.ત્યારે તેઓની સમસ્યાનો કોઈ નિકલા ન આવતા આજે પણ રત્નકલાકારોની હડતાલ યથાવત રાખવામાં આવી છે.
સતત બીજા દિવસે હડતાલ યથાવત
સુરત શહેરમાં રત્નકલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠક પણ યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા સુરત શહેરમાં રત્નકલાકારોએ રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા. વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી સુરત શહેરના કતારગામથી હીરાબાગ સુધી યોજાઈ હતી. રેલીને લઈ પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.જો કે તેમ છતાં કોઈ નિવેડો ન આવતા આજે પણ રત્નકલાકરોની હડતાલ યથાવત જોવા મળી છે.
કારીગરોનું શોષણ થઈ રહ્યું છે
દુબઈમાં જે. કે. ડાઈમંડ એક્સપોર્ટના સંચાલક એસ. ડી. બેલડિયાએ જણાવ્યું કે, ખરેખર કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. અમને ઊંચા ભાવે માલ મોકલીને અહીંય કારીગરોને નીચો ભાવ આપે છે. આવું ન થવું જોઈએ. આપઘાત કરનારાઓના પરિવારને સરકાર પેકેજ આપે તેવી માંગ છે.
ભવાઈશ ટંકે જણાવ્યું કે, રત્નકલાકારોનો મોંધવારી મુજબ પગાર વધવો જોઈએ, રત્નકલાકારોના મોંઘવારી મુજબ ભાવ વધવા જોઈએ, રત્નકલાકારોને સેફ અને સિક્યોર રોજગારી મળે, સરકાર એમને મદદ કરે, આત્મહત્યા કરનાર રત્નકલાકારોના પરિવારને મદદ કરવામાં આવે, રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવે અને આર્થિક પેકેજ જાહેર કરે આ જ બાબતે આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ. આ રત્નકલાકારોનો આક્રોશ છે અને આ રત્નકલાકારોનો આક્રોશ હવે ફૂટીને બહાર આવ્યો છે તો સરકાર અને માલિકે બંનેએ સમજવું જોઈંએ. સરકારે એક કમિટી બનાવી હતી. એ કમિટી વિચાર વિમર્શ કરી રહી છે. અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર રત્નકલાકારોની મદદ માટે સરકાર આગળ આવશે.
ડાયમંડ વર્કર યુનિયનની માંગણીઓ
રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો
રત્નકલાકારોને આર્થિક પેકેજ જાહેર કરો
મોંઘવારીને ધ્યાને રાખીને 30% પગાર વધારો કરો
હીરાઉદ્યોગમાં મજુર કાયદાનુ ચુસ્તપણે પાલન કરો
ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિની રચના કરો
રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરો
આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરો
રત્નદીપ યોજના જાહેર કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App