દેશભરમાં નાગરિકતા કાયદામાં સુધારા (સીએએ) અને એનઆરસીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ઝારખંડમાં ભાજપ સત્તા ગૂમાવે શકે છે એવા તારણો બહાર આવ્યા છે. ઝારખંડમાં વિધાનસભાની બધી જ 81 બેઠકો માટે મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે.આ સ્થિતિ વચ્ચે પ્રકાશિત કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપની વિદાય અને કોંગ્રેસ તેમજ ઝારખંડ મુક્તિ મોરચાની ગઠબંધન વાળી સરકાર બની રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
વિવિધ એક્ઝિટ પોલ પર નજર કરીએ તો ટાઇમ્સ નાઉ મુજબ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચા બન્નેને મળીને કુલ 44 જેટલી બેઠક મળી શકે છે જ્યારે ભાજપને 28 અને અન્યોને નવ જેટલી બેઠક મળી શકે છે.જ્યારે ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માઇ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર કોંગ્રેસ-જેએમએમના ગઠબંધનને 43, ભાજપને 27 અને અન્યને 11 જેટલી બેઠક મળશે. સીવોટર-એબીપી અને અન્ય પોલમાં દાવો કરાયો છે કે કોંગ્રેસને 37 જેટલી, ભાજપને 32 અને અન્યોને 13 જેટલી બેઠક મળી શકે છે.
દરેક એક્ઝિટ પોલના સરેરાશ આંકડા પર નજર કરીએ તો કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર બનવા જઇ રહી છે જ્યારે એક પણ એક્ઝિટ પોલ ભાજપની સરકાર બનશે તેવા સંકેતો નથી આપી રહ્યો.સરેરાશ આંકડા મુજબ કોંગ્રેસ અને જેએમએમના ગઠબંધનને આશરે 41 અને ભાજપને 29 બેઠકો જ્યારે અન્યોને 11 જેટલી બેઠક મળી શકે છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે તેથી જો જે પણ પક્ષે સરકાર બનાવવી હોય તો 41 જેટલી બેઠકોની જરૂર રહેશે, જે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસનું ગઠબંધન મેળવી રહ્યું હોવાનું પોલનું તારણ છે જ્યારે ભાજપે અહીં સત્તા ગૂમાવવી પડી શકે છે.
શુક્રવારે શાંતિપૂર્વક ઝારખંડમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે, આ સ્થિતિ વચ્ચે હવે પરીણામો પર સૌની નજર રહેશે. કુલ પાંચ તબક્કામાં મતદાન થયું હતું, શુક્રવારે અંતિમ તબક્કો હતો. પાંચમા અને અંતિમ તબક્કામાં કુલ 16 બેઠકો પર મતદાન યોજાયું હતું, સરેરાશ 70.87 ટકા મતદાન નોંધાયું હોવાનું અિધકારીઓએ જણાવ્યું હતું.
આ દરમિયાન હવે જ્યારે કોંગ્રેસ અને જેએમએમના ગઠબંધનની સરકાર બનવા જઇ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે ત્યારે એક સરવે પ્રમાણે મુખ્ય પ્રધાન પદે સૌથી પહેલી પસંદ હેમંત સોરેન હોવાનું સામે આવ્યુ છે. એક પોલમાં હેમંત સોરેન મુખ્ય પ્રધાન પદે યોગ્ય હોવા પર 29 ટકા મત પડયા હતા. આ મામલે 23મી તારીખે હવે પરીણામો આવવાના છે જેના પર સૌની નજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.