“વાન વાળા ડ્રાઇવર અંકલ બહુ ગંદા છે” ચાર વર્ષના માસુમની વાત જાણી પરિવાર પહોંચ્યો પોલીસ સ્ટેશન

Jharkhand Rap News: ઝારખંડના રાંચીથી માનવતાને શર્મશાર કરનારી એક ઘટના સામે આવી છે. હાલમાં જ કન્યા વિદ્યાલય ની છોકરીઓ સાથે છેડતી નો વિડીયો વાયરલ (Jharkhand Rap News) થયા બાદ રાંચીના બીઆઈટી મેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષના બાળક સાથે જોન ઉત્પાદનનો મામલો સામે આવ્યો છે. આરોપી બીજું કોઈ નહીં પરંતુ બાળકની કુલ વાનનો ડ્રાઇવર છે.

વાનના ડ્રાઇવર અંકલ બહુ ગંદા છે
પીડિત બાળક બી આઈ ટી મેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની એક સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ કરે છે. પીડિત બાળકની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે પોસ્કો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધ આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો છે.

હકીકતમાં ઘટના બન્યા બાદ માસુમ બાળક સ્કુલ જવા નહોતો માંગતો. માતા-પિતાના કારણ પૂછવાને કારણે તેણે જણાવ્યું કે વેનના ડ્રાઇવર અંકલ બહુ ગંદા છે. જ્યારે માતા પિતાએ આ ઘટનાના મૂળ સુધી ગયા અને સમજવાની કોશિશ કરી તો તેઓને આંચકો લાગ્યો હતો. તેઓએ તરત જ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી સંજીવકુમાર પણ આ સમગ્ર ઘટના સાંભળી ચોકી ગયા હતા. તેમણે તાત્કાલિક એક ટીમની રચના કરી આરોપી ડ્રાઇવરની જાણકારી મેળવી અને ત્રણ કલાકની અંદર જ ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો હતો.

થોડા દિવસ પહેલા જ લાગ્યો હતો નોકરી પર ડ્રાઇવર
પોલીસ સ્ટેશનના પ્રભારી સંજીવ કુમારે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ રોશન છે. તે ઝારખંડના રાંચીનો જ રહેવાસી છે. કાયમી ડ્રાઇવર રજા પર હોવાને લીધે આ હંગામી ડ્રાઇવરને નોકરી પર રાખવામાં આવ્યો હતો.

મોબાઈલ ફોનમાં મળ્યા અશ્લીલ વિડિયો
પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીએ જણાવ્યું કે આરોપીના મોબાઇલની તપાસ કરતા તેમાંથી ઘણા અશ્લીલ વિડિયો પણ મળી આવ્યા હતા. 16 ડિસેમ્બરના રોજ પણ આરોપીએ મોડી રાત સુધી આપત્તિ જનક વિડીયો જોયા હતા. ત્યારબાદ 17 ડિસેમ્બર ના રોજ આરોપીએ માસુમ બાળક સાથે ગંદી હરકતો કરી હતી. પોલીસે આના માટે મોબાઈલનું ડિજિટલ પુરાવો પણ મેળવી લીધો છે.