ઝારખંડ (Jharkhand) માંથી અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી જણાય છે. હાલની આ ઘટના પશ્ચિમ સિંહભૂમ (West Singhbhum) જિલ્લાની છે, જ્યાં અંધવિશ્વાસ (Superstition) ના કારણે એક યુગલની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું જણાયું છે. જ્યાં અંધવિશ્વાસના કારણે એક દંપતીની હત્યા કરી નાખવામાં આવી હતી.
કોઈ સબુત ન મળે તે માટે તેમના મૃતદેહને બાળી નાખવામાં આવ્યા હતા. પરંતુ મૃતદેહ સંપૂર્ણ પણે સળગી ન શક્યા હોવાથી આરોપીઓએ જંગલમાં જઈને તેઓના મૃતદેહોને કોઈ જગ્યાએ દાટી દીધા તેમજ આરોપીઓ તે સ્થળ પરથી ભાગી ગયા. આ ઘટના 20 જાન્યુઆરીની છે તેવું જાણવા મળ્યું છે. આ હત્યાકાંડ દરમિયાન માર્યા ગયેલા દંપતીની ઓળખ પતી પત્ની તરીકે કરવામાં આવી છે, જે ટોન્ટો પોલીસ સ્ટેશન હેઠળના અત્યંત નક્સલ પ્રભાવિત બંડુ ગામના રહેવાસી છે.
આ હત્યાકાંડમાં મૃતક ગોમિયા કરાઈનો ભાઈ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, અંધવિશ્વાસના કારણે આ દંપતીની હત્યા કરાય હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ મોટા મોટા પોલીસ અધિકારીઓ સહીત અનેક જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની માહિતી મળતાંની સાથે જ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
આ પછી, નક્સલ પ્રભાવિત બંડુ ગામને ચારે બાજુથી ઘેરી લઈને મૃત દંપતીના મૃતદેહને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, કલાકોની મહેનત પછી પોલીસે ગામથી દોઢ કિલોમીટર દૂર ગાઢ જંગલમાંથી પતી પત્નીના અડધા બળેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ખરેખર, હત્યામાં સંડોવાયેલા ગુનેગારોએ બંદુના ગ્રામજનોને ધમકી આપી હતી કે, જો કોઈ આ હત્યાકાંડ અંગે પોલીસને કોઈ માહિતી આપશે તો તેની પણ આ જ રીતે હત્યા કરવામાં આવશે. ત્યારબાદ ગ્રામજનો ડરી ગયા હતા અને દસ દિવસ સુધી આ મામલાને દબાવી રાખવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, SDPO અજીત કુમારે જણાવ્યું કે, હત્યાના તમામ આરોપીઓ હાલ ગામમાંથી ફરાર છે. હત્યાનું કારણ અંધશ્રદ્ધા જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ બાદ જ બાકીનું સત્ય બહાર આવશે. જોકે પોલીસ હત્યારાઓને શોધવા માટે તેમનાથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.