હે ભગવાન! મંદિરેથી પરત ફરી રહેલા ભક્તોને નડ્યો અકસ્માત- એક જ પરિવારના 10 લોકોની એક સાથે ઉઠી અર્થી

રાજસ્થાન(Rajasthan)ના ઝુંઝુનુ(Jhunjhunu)માં ગુડા રોડ પર મંગળવારના રોજ એક માર્ગ અકસ્માત(Accident)માં 11 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં લગભગ 12 જેટલા લોકો ઘાયલ થયા…

રાજસ્થાન(Rajasthan)ના ઝુંઝુનુ(Jhunjhunu)માં ગુડા રોડ પર મંગળવારના રોજ એક માર્ગ અકસ્માત(Accident)માં 11 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં લગભગ 12 જેટલા લોકો ઘાયલ થયા છે અને હાલમાં તમામ ઘાયલને ઝુંઝુનુની BDK હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ઝુંઝુનુના બદાઉ કી ધાનીના એક જ પરિવારના લગભગ 25 લોકો પીકઅપમાં ઉદયપુરવતીના લોહરગલ જીમાં મનસા માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરેથી પરત ફરતી વખતે લીલા વલી ધાણી ગામ પાસે ગુડા રોડ પર પીકઅપ બેકાબુ થઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ગંભીર હાલતમાં ઝુંઝુનુની BDK હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં વધુ બે લોકોના મોત થયા હતા. તે જ સમયે જયપુર રેફર કરાયેલા એક યુવકનું પણ મોત થયું હતું.

આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી અનુસાર, અધિક જિલ્લા કલેક્ટર  જગદીશ પ્રસાદ ગૌર અને ડીવાયએસપી શંકરલાલ છાબા, ઝુંઝુનુના સીએમએચઓ ડૉ. છોટે લાલ ગુર્જર બીડીકે હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલમાં હોસ્પિટલમાં દાખલ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

જાણો શું છે સમગ્ર મામલો:
ઝુનઝુનુથી ખેત્રી સબડિવિઝન વિસ્તારના આહિર કી ધાની ગામના મૃતક ગિરધારી લાલના પરિવારજનો પીકઅપમાં ઉદયપુરવતીના લોહરગલ મંદિરમાં સ્નાન કરવા ગયા હતા. મંદિરે દર્શન કરીને પરત ગામમાં આવી રહ્યા હતા ત્યારે ગુઢા રોડ પર લીલા વલી ધાણી ગામ પાસે પીકઅપ પલટી મારી ગયું હતું. પિકઅપ પલટી જવાથી 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે લગભગ 12 લોકો ઘાયલ થયા હતા, જેમને ગંભીર હાલતમાં ઝુંઝુનુ BDK હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બીડીકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત થયા હતા. તે જ સમયે જયપુર રેફર કરાયેલા એક યુવકનું પણ મોત થયું હતું.

સીએમ ગેહલોતએ દુઃખ વ્યક્ત કર્યું:
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઝુનઝુનુની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું, ‘ઝુનઝુનુના ગુડા ગૌરજી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત અત્યંત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે હું શોક વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને દિવંગતના આત્માને શાંતિ આપે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના જલ્દી સ્વસ્થ થવાની કામના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *