હાલમાં અફઘાનિસ્તાન તાલીબાનીઓના કબજામાં છે. ત્યારે વધુ એક દેશ માથે આંતકવાદીઓનો ખતરો મંડરાઈ રહ્યો છે. બુર્કીના ફાસોમાં થયેલા હુમલામાં શંકાસ્પદ જેહાદીઓએ ૫૯ નાગરિકો સહીત 80 લોકોની હત્યા કરી દીધી છે. ત્યાર બાદ હવે બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિએ ત્રણ દિવસ માટેનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
સરકાર અને સૈન્યના ગુરુવારના રોજ જણાવ્યા અનુસાર કહ્યું હતું કે, ગોરગડજી નગર નજીક બુધવારના રોજ થયેલા હુમલામાં છ સરકાર તરફી લશ્કરી સૈનિકો અને 15 લશ્કરી પોલીસના મોત થયા હતા. બુધવારે શરૂઆતમાં મૃત્યુઆંક 47 હતો. સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો ઇસ્લામવાદી સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક સમયમાં કરવામાં આવેલો સૌથી મોટો હુમલો છે.
સૈનિકો અને લશ્કરી દળો ઉત્તરીય બુર્કિનાના અન્ય શહેર અરબિન્ડા બાજુ જઈ રહેલા નાગરિકોની સુરક્ષા કરી રહ્યા હતા. સરકારના જણાવ્યા અનુસાર, સામસામી ગોળીઓ છૂટી અને આ લડાઇમાં સુરક્ષા દળોએ 58 “આતંકવાદીઓ” ને મોતને ઘટ ઉતારી દીધા હતા અને સામે 19 લોકો ઘાયલ થયા હતા. હાલમાં બચાવ અને રાહતની કામગીરી ચાલુ છે.
સશસ્ત્ર દળો દ્વારા જવાબી કાર્યવાહીમાં 58 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને કેટલાક અન્ય ઘાયલ થયા હતા. જોકે ઘાયલ ત્રાસવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. 2015 થી બુર્કિના ફાસોમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. છ વર્ષમાં આતંકવાદી હુમલામાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા અને 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.