ગુજરાતની જીવાદોરીમાં પાણીનો ભરાવો 88%એ પહોંચ્યો; રાજ્યના 50થી વધુ ડેમ 100% પાણીથી છલોછલ

Narmada Dam: રાજ્યમાં હાલ ચોમાસું ચાલી રહ્યું છે. જેને લઇને રાજયના જળાશયોમાં નવા નીર આવ્યાં છે. રાજ્યના 51 જળાશયો હાલ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જો કે ગુજરાતની જીવાદોરી(Narmada Dam) સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળસંગ્રહ થયો છે.

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા વરસાદને પગલે રાજ્યના 206 જળાશયોમાં 62 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ઘટી છે, સરદાર સરોવર ડેમમાં જળ સંગ્રહ 88 ટકા થયો છે. પરંતુ રાજ્યના 51 જળાશયો એવા છે કે જે 100 ટકા ભરાયા છે, જયારે રાજ્યના 39 જળાશયો 70 થી 100 ટકા ભરાઈ ગયા છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં 55 જળાશયોમાં એવા છે કે જેમાં 25 ટકા કરતા પણ ઓછો જળ સંગ્રહ થયો છે. ગુજરાતના 60થી વધુ ડેમમાં પાણી વધુ આવતા હાઈએલર્ટ પર મૂકાયા છે. આ સાથે જ રાજ્યમાં 63 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. તો રાજ્યના 18 વોર્નિંગ પર અને 9 જળાશયો એલર્ટ પર મુકાયા છે.