બિનઅનામત વર્ગ ને યોગ્ય લાયકાત હોવા છતાં નિયમ વિરુદ્ધ ભરતી થતી અટકાવવા સવર્ણ સમાજ કરશે આં…

મહિલા અનામત દ્વારા સરકારનો હેતુ સમાજના દરેક વર્ગની મહિલાઓને સમાન તક આપવાનો અને દરેક વર્ગની મહિલાઓ સાથે થતા ભેદભાવ દૂર કરી સામાજીક અને સરકારી વ્યવસ્થામાં…

મહિલા અનામત દ્વારા સરકારનો હેતુ સમાજના દરેક વર્ગની મહિલાઓને સમાન તક આપવાનો અને દરેક વર્ગની મહિલાઓ સાથે થતા ભેદભાવ દૂર કરી સામાજીક અને સરકારી વ્યવસ્થામાં પ્રતિનિધિ તરીકે સમાવવાનો છે. જેથી દરેક વર્ગને મહિલાઓને સમાન તકો મળી શકે.

મહિલા અનામતની મૂળભૂત જોગવાઇમાં અનામતની ગણતરી કરવા માટે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમ બે પ્રકારની પદ્ધતિ આપવામાં આવી છે. મહિલા અનામત હોરિઝોન્ટલ પ્રકારની અનામત છે અને વર્ટિકલ થી તદ્દન અલગ છે. તમામ વર્ગની મહિલાઓને સમાન લાભ મળે તે હેતુથી મહિલા અનામતની ખંડ આધારિત અને હોરિઝોન્ટલ તેમજ સીસ્ટમ આધારિત ગણતરી કરવાની હોય છે.

આ ગણતરી મુજબ મેરીટ મુજબ પસંદગી પામેલ મહિલાઓને એ મહિલા જે કેટેગરીની હોય તે કેટેગરીની પ્રતિનિધિ તરીકે ગણવાની થાય છે. આ મહિલા અનામતના કારણે એસસી એસટી ઓબીસી કે અન્ય કોઈપણ પ્રકારની અનામત ટોટલ કોટામાં છેડછાડ કે ઘટાડો થતો નથી.

આમ છતાં મહિલા અનામતને ગણતરીના કોષ્ટકમાં ઉદ્ભવતા પ્રશ્નો ને લીધે ગુજરાત સરકારને મૂળભૂત અનામત અને મહિલા અનામત નીતિમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ધ્યાન રાખીને તારીખ 14-06-2012 ના રોજ પણ એક ઠરાવ કરેલ છે. જેમાં મહિલા અનામતને ગણતરી હોરિઝોન્ટલ અને કમ્પાર્ટમેન્ટલાઈજડ કરવાનો સ્પષ્ટ આદેશ કરેલ છે.

ઉપર દર્શાવેલ ખુલાસાઓ છતાં પણ વિવિધ વિભાગોને ભરતી પ્રક્રિયા દરમ્યાન મહિલા અનામતની ગણતરી અંગેના ઉદ્ભવતા પ્રશ્નો ના લીધે સરકારે ફરી વખત તારીખ 1/8/2018 ના રોજ અગાઉની તમામ નીતિ અને આદેશોનું સંકલન કરે આવ્યું હતું જે ફક્ત સ્પષ્ટ અને નીતિનું પાલન કરવા સૂચવે છે.

પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયા ના જણાવ્યા અનુસાર “1/8/18 ના ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવેલ હોવા છતાં પોલીસ ઇન્સ્પેક્ટર ની ભરતી ક્રમાંક 38/2017-18 મા અમલ ન કરવાને કારણે નામદાર હાઇકોર્ટમાં ત્રણ પિટિશન દાખલ કરવામાં આવી જેમાં 18654 ની પિટિશન OBC ઉમેદવાર શ્રી ફેનીલ કુમાર ભરવાડ અને સહયોગી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી. આ પિટિશનમાં મહિલા અનામતની ગણતરી સરકારની મૂળભૂત નીતિ મુજબ ન કરવાના લીધે તેમને કેટેગરીમાં વધુ મહિલાની પસંદગી કરવામાં આવી છે અને લાયક ઉમેદવાર હોવા છતાં પસંદગી પામેલ નથી”.

નામદાર હાઇકોર્ટ એક વર્ષ સુધીના સમયગાળામાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત સરકારના 1/8/2018 ના પરિપત્ર મુજબ પસંદગીની યાદી ફરીથી બનાવવાનો હુકમ કર્યો છે. 29/11/19 ના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ આદેશ કરે છે કે મેરીટ લીસ્ટ સાચી નીતિ મુજબ બનાવવામાં આવે. કેસના ચુકાદા આવ્યા પહેલા અને સુનાવણી દરમિયાન GPSC એ જૂન 2019 થી જ સરકારની આ મહિલા અનામત નીતિની અમલવારી ચાલુ કરી દીધી અને તે મુજબ પરિણામો બહાર પાડેલ છે.

વર્ષ 1997થી 2019 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી અને અર્ધસરકારી ભરતીમાં મહિલા અનામતની ગણતરીમાં 12% થી 15 ટકા સુધી બિન અનામતની મહિલાઓને નુકસાન થયું છે. આ દરમિયાન સરકાર ને લેખિત અને મૌખિક રજૂ કરવા છતાં સરકારે બનાવેલી પોલીસીનું તથા નામદાર કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેથી ફરતી ને નામદાર કોર્ટમાં પડકારવામાં આવી અને કોર્ટે તંત્રને મહિલાની ગણતરી યોગ્ય રીતે કરવામાં નિર્દેશ કર્યો.

1/8/2018 ના પરિપત્ર પછી થયેલ ભરતીમાં બેન અનામત વર્ગની મહિલા ઉમેદવારોની સંખ્યા નો તફાવત

જાહેરાત નામ જૂની પદ્ધતિ મુજબ 1/8/2018 ની અમલવારી મુજબ
PI એક્જામ 13 20
નાયબ મામલતદાર dy.so 42 74
LRD એક્જામ 321 1578

 

ઉપર મુજબના આંકડાઓના આધારે પોલીસ રક્ષક દળ ની ભરતી માં આ મુજબ ગણતરી ન કરતાં ફક્ત બિન અનામત વર્ગ ની 320 મહિલાઓને સ્થાન મળવા પાત્ર હતું. નામદાર હાઇકોર્ટ ના આદેશ બાદ મૂળભૂત મહિલા અનામત ગણતરી મુજબ ભરતી કરતા બિન અનામત વર્ગની મહિલાઓની સંખ્યા 321 થી વધીને 1,578 થઈ.

આ નીતિના લીધે બિન અનામત વર્ગને વર્ષ 1997થી સતત અન્યાય થતો આવ્યો છે. બિન અનામત ની ઘણી બધી દીકરીઓ યોગ્ય લાયકાત હોવા છતાં પણ નોકરીથી વંચિત રહી છે. 20 વર્ષની લડાઈ બાદ નામદાર હાઇકોર્ટે હુકમ કર્યો અને બિન અનામત વર્ગ અને દીકરીઓને ન્યાય મળવાનો છે.

ભવિષ્યમાં બિન અનામત વર્ગના દીકરા દીકરીઓને અન્યાય સહન ન કરવો પડે તે માટે જાગૃતિ અને સામાજિક સમજણ ફેલાવવા ગાંધીનગરમાં 12 ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. કાર્યક્રમના મુખ્ય હેતુ સામાજિક સમરસતા જળવાઇ રહે, મહિલા અનામતની કાયદાકીય અને વિગતવાર સમજણ, બિન અનામત ના કાયદાને કારણે થતા ફાયદા-ગેરફાયદા અને સામાજિક ઉત્થાન છે.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આવનારા સમયમાં બીનઅનામત સમાજ દ્વારા ૧૨ ફેબ્રુઆરીએ એક મીટીંગ બોલાવવામાં આવેલ છે જેમાં ગુજરાતના તમામ બીનઅનામત વર્ગના સામાજિક પ્રમુખો શામેલ થશે અને આગામી રણનીતિ ઘડવાનું આયોજન કરશે. વિશ્વસનીય સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે કે આ મીટીંગનું આયોજન પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *