બેરોજગારીથી કંટાળીને એન્જિનિયરે પુત્ર-પુત્રી અને પત્નીને ઝેર આપીને પોતે પણ ગટગટાવયુ ઝેર

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક દુખદ ઘટના સામે આવી છે. કોવિડ-19 અને લોકડાઉનને કારણે લાંબા સમયથી બેરોજગારી અને નાણાકીય તંગીથી કંટાળીને એક સિવિલ એન્જિનિયરે તેના…

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક દુખદ ઘટના સામે આવી છે. કોવિડ-19 અને લોકડાઉનને કારણે લાંબા સમયથી બેરોજગારી અને નાણાકીય તંગીથી કંટાળીને એક સિવિલ એન્જિનિયરે તેના સમગ્ર પરિવાર સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જેમાં એન્જિનિયર રવિ ઠાકરે અને 16 વર્ષના પુત્ર ચિરાગનું મોત થયું છે, જ્યારે તેની પત્ની અને 14 વર્ષની પુત્રી હોસ્પિટલમાં દાખલ છે.

ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશન વિસ્તારના સહારા રાજ્યનો આ કિસ્સો છે, જ્યાં આ ઘટના એક ફ્લેટમાં બની હતી. બેરોજગારી અને આર્થિક તંગીથી પરેશાન, એન્જિનિયરે તેની પત્ની સાથે ઝેર પીધું અને બંને દીકરા-દીકરીઓને બ્લેડથી કાપી નાખ્યા. પુત્રી અને તેની માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઇજનેરની પત્ની રંજના ઠાકરેની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે, જ્યારે પુત્રી ગુંજનની હાલત નાજુક છે. રંજના ઠાકરે બ્યુટી પાર્લર ચલાવતી હતી.અને મૃતક ઇજનેર રવિ ઠાકરની ઉંમર 55 વર્ષ હતી.

ઇજનેરની પત્નીના નિવેદનોના આધારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, દંપતીએ 2-3 દિવસ પહેલા સમગ્ર પ્રકરણનું આયોજન કર્યું હતું. ટાઈલ્સ કટર વડે બંને બાળકોના ગળા કાપ્યા બાદ દંપતીએ ઝેર પી લીધું હતું. આ ચોંકાવનારી ઘટના ફ્લેટમાં સવારે 2 વાગ્યે બની જ્યારે બંને બાળકો સૂઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *