વેક્સીનના ગોડાઉનમાં લાગી ભયંકર આગ- લાખો રૂપિયાની રસી બળીને થઇ ખાક

મધ્ય પ્રદેશમાં જ્યાં એક તરફ કોરોનાનું સંકટ વધુ ગંભીર બન્યું છે, તો બીજી તરફ આગની ઘટનાઓ અટકવાનું તો નામ જ નથી લઈ રહી. ઇન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એસ.આર. કંપાઉન્ડમાં રવિવારે દવાના વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે આ વેરહાઉસને ભારત સીરમ અને વેક્સીન લિમિટેડ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આગની લાગવાની ખબર મળતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઘણી કોશિશ બાદ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યા હતાં, જે બાદ આગ પર કાબૂ મેળવી હતી.

આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં કેટલા લાખની કિંમતની રસી પણ બળી ગઈ હતી. આગ એટલી તીવ્ર હતી કે જોત જોતા માં જ વેરહાઉસમાં રાખેલી ઘણી બધી બીમારીઓ માટે વપરાશમાં આવેલી રસી પણ બળી ગઈ હતી.

આ ઘટનામાં એક મહત્વની માહિતી પણ બહાર આવી છે કે માર્ક્રોક્લોરીસ નામના રોગમાં વપરાયેલી રસી પણ આ વેરહાઉસમાં રાખવામાં આવી હતી. જેમાં એક હજાર જેટલા ઇન્જેક્શન હતાં. જોકે, તેમને નુકસાન થયું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. તે જ વેરહાઉસમાં દવાઓનાં હજારો બોક્સ ખુલ્લા રાખવામાં આવ્યાં હતાં.

ફાયર બ્રિગેડ ટીમના અધિકારી સંતોષ દુબેએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ જાણવામાં આવી રહ્યું છે. અને આગને કાબૂમાં લેવામાં આવી ગઈ છે. તેમણે કહ્યું કે કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ આશરે 20 થી 25 લાખ રૂપિયાના માલનું નુકસાન થયું છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *