એકસાથે છ સીલીન્ડર બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું આખું શહેર- બે બાળકો સહીત ચારના મોત, કેટલાય ઘાયલ

હાલ રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)થી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં 6 ગેસ સિલિન્ડર(gas cylinder) બ્લાસ્ટ(blast) થવાને કારણે 4 લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનાને કારણે કીર્તિનગર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં 2 બાળકો સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. તેમજ ઘટનાની જાણ થતા પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

બ્લાસ્ટમાં વાહનો પણ સળગી ગયા:
મળતી માહિતી અનુસાર, જોધપુરના માતા કા થાન વિસ્તારમાં મંગરા પૂંજલા વિસ્તારની રહેવાસી કોલોનીમાં આજે બપોરે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી, જેમાં 4 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા છે, જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં ઘણા વાહનો પણ સળગી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

CM ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું:
ત્યારે આ ઘટના પર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, જોધપુરના મગરા પૂંજલા વિસ્તારના કીર્તિ નગરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે 4 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થવા વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. સ્થાનિક પ્રશાસન પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી છે અને ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચનાઓ અપાઈ છે.

ઘણા ઈજાગ્રસ્તોની હાલત નાજુક:
જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં 16 લોકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણા ઈજાગ્રસ્તોની હાલત નાજુક છે. કેટલાક લોકો 80 ટકા સુધી દાઝી ગયા છે. ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભાગ દોડ મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *