ઉત્તર પ્રદેશના દેવરિયામાં, સ્થાનિક પત્રકાર અમિતાભ રાવત પર બાળકીને ઉસ્કેરીને હોસ્પીટલમાં વિડીયો બનાવવાના આરોપમાં તેમની ઉપર FIR કરવામાં આવી છે. જે બાદ સ્થાનિક પત્રકારોએ દેવરિયા કલેક્ટર કચેરીની બહાર દેખાવો કરી અને એફઆઈઆર પરત ખેંચવાની માંગ કરી હતી.
તાજેતરમાં જ જિલ્લા હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક બાળકી હોસ્પિટલમાં પોતા મારી રહી હતી. દેવરિયા કોટવાલીમાં સફાઇ સેવાના સુપરવાઈઝર શત્રુઘ્ન યાદવની સામે શુક્રવારના રોજ સ્થાનિક પત્રકારોએ પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલના લોકોએ નાનકડી બાળકી પાસે પોતા મરાવ્યા હતા જેમનો વિડીયો બનાવી આ પત્રકારે સોસીયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જેના કારણે પોલીસે આ પત્રકાર વિરુધ FIR નોંધી હતી. પત્રકાર દ્વારા હોસ્પીટલની ઘોર બેદરકારી સામે લાવવામાં આવી હતી પરંતુ તંત્રએ હોસ્પિટલના અધિકારીઓની પુછપરછ કરવાને બદલે આ પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
અમિતાભ રાવતે જણાવ્યું હતું કે ’25 જુલાઇએ જ્યારે એક છોકરીને જિલ્લા હોસ્પિટલમાં પોતા કરતી જોવા મળી ત્યારે મેં તેનો એક વીડિયો બનાવ્યો અને તેના પર સમાચાર લખ્યા, જેના પછી મારા પર કેસ કરવામાં આવ્યો.’ પત્રકારે જણાવતા કહ્યું કે, ‘મને એ જ ખબર નથી કે મારો દોષ શું છે.’
તેમણે કહ્યું, ‘એક પત્રકાર તરીકે મેં લખ્યું હતું કે હોસ્પિટલમાં બાળકી પાસે પોતા મારવી હોસ્પિટલનું કામ કરાવવામાં આવી રહ્યું હતું. મેં હોસ્પિટલના મેનેજમેન્ટને પણ કહ્યું હતું પરંતુ તે સમયે કોઈએ કોઈ કાર્યવાહી કરી ન હતી. જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે મારી સામે એફઆઈઆર નોંધાઈ હતી. હું એટલું જ કહેવા માંગુ છું કે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ‘
દેવરિયા એસપી શ્રી મિશ્રાએ દીપ્રીંટને જણાવ્યું હતું કે, જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીએ જમીન પર પેશાબ કર્યો હતો, ત્યારે તેની બાળકીએ પોતા મારવાનું ચાલુ કર્યું હતું, અને આ સમગ્ર ઘટના ત્યાં રહેલો કોઈ પત્રકાર જોઈ રહ્યો હતો. સાથે સાથે તેઓએ જણાવતા કહ્યું હતું કે, એ પત્રકાર આ ઘટના અંગે કોઈ વિડીયો ઉતારી શક્યો ન હતો એટલા માટે એ પત્રકારે એ નાનકડી દીકરી પાસે ફરીથી પોતા મરાવ્યા અને તેનો વિડીયો ઉતાર્યો…
સાથે સાથે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, એ પત્રકાર છે એનો કોઈ રેકોર્ડ પહેલા દાખલ થયો નથી. તે કોઈ સ્થાનિક પોર્ટલ સાથે જોડાયેલો છે એવી જાણકારી અમને મળી આવી છે. તેમણે સ્થાનિક માહિતી વિભાગમાં પણ તપાસ કરી પણ આ પત્રકારનો કોઈ રેકોર્ડ મળી આવ્યો નથી એવું એસપી મિશ્રાએ જણાવતા કહ્યું હતું.
થોડા સમય પછી એસ.પી.એ કહ્યું કે, સ્થાનિક પત્રકારને ચેનલ સાથે સંકળાયેલ હોવાની પુષ્ટિ થઈ છે. આ મામલે તપાસ માટે તેમણે સીઓને જવાબદારી સોંપી છે. ફિલહાલ તો આ પત્રકાર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. એફઆઈઆરની નકલથી મળતી માહિતી મુજબ પત્રકાર અમિતાભ રાવત સામે આઈપીસીની કલમ 67, 506, 504, 389 અને 385 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદીનો આરોપ છે કે 25 જુલાઇએ એક મહિલાને લોહી ચડાવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી પરંતુ હોસ્પીટલની લોબીમાં આ મહિલાથી પેસાબ થઇ ગયો હતો. એફઆઈઆરમાં લખ્યું છે કે આ દરમિયાન ત્યાં હાજર રહેલા પત્રકાર અમિતાભે બાળકીને ઉશ્કેરણી કરી તેની પાસે પોતા મરાવ્યા હતા અને તેનો એક વિડીયો બનાવી લીધો હતો.
એફઆઈઆરની કોપીમાં ફરિયાદ કરનાર વતી એવું પણ લખવામાં આવ્યું છે કે પત્રકારે વીડિયો વાયરલ કરવાની ધમકી આપવા બદલ 5000 રૂપિયાની માંગ કરી હતી. ફરિયાદીએ પત્રકાર પર દુર્વ્યવહારનો આરોપ પણ લગાવ્યો હતો. આ ઉપરાંત તેમણે દેવરિયા જિલ્લા હોસ્પિટલની છબીને દૂષિત કરવાની ધમકી પણ આપી હતી. આ તમામ બાબત પત્રકાર વિરુદ્ધ FIRમાં નોંધવામાં આવી છે પણ હકીકત શું છે એ તમને જણાવી દઈએ કે…
બતાવામાં આવી રહ્યું છે કે બાળકીની માતાની હાલત એટલી ગંભીર બની ચુકી હતી કે હોસ્પિટલની લોબીમાં જ પેશાબ થઇ ગયો હતો, ત્યારબાદ ત્યાના સ્થાનિક કર્મચારીઓએ સાથે આવેલી બાળકીને પોતા મારવા માટે કહ્યું હતું. જેનો વિડીયો ત્યાં હજાર રહેલા પત્રકારે પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. પરંતુ પોલીસ અને તંત્રના મિલીભગતને કારણે તેમનો વિરોધ કરેલા પત્રકારને પોતાની જ ગેમ બનાવી તેમાં ફીટ કરી દીધો હતો જેના કારણે તે ધારણા ઉપર ઉતરવું પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP