સુશાંતસિંહ આપઘાત કેસની તપાસ કરી રહ્યા છે ગુજરાત કેડરના આ અધિકારીઓ

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં ઘણાં લોકોએ આપઘાત પણ કર્યો છે. હમણાં જ થોડાં મહિના પહેલાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પણ આત્મહત્યા કરી હતી.…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં ઘણાં લોકોએ આપઘાત પણ કર્યો છે. હમણાં જ થોડાં મહિના પહેલાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પણ આત્મહત્યા કરી હતી. તેણે પોતાનાં જ ઘરમાં ગળે ફાંસો ખાઇને જ આત્મહત્યા કરી હતી.

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાનાં કુલ 24 દિવસ બાદ પણ પોલીસ આપઘાત કરવાં પાછળનું સાચું કારણ જાણી શકી નથી તથા કેસમાં ઘણાં ટવીસ્ટ બાદ છેવટે બિહાર સરકારની ભલામણને લીધે સુશાંત સિંહ રાજપુત કેસમાં CBI ની એન્ટ્રી થઇ ચુકી છે.ગુજરાત કેડરનાં કુલ 2 IPS અધિકારીને આ કેસની તપાસ સોંપવામાં આવી રહી છે ત્યારે આ અધિકારીઓ કોણ છે ?  એની જાણકારી મેળવવી ખુબ જ રસપ્રદ પણ બનશે.

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાનાં કેસમાં તપાસ કરી રહેલ મુંબઇ પોલીસે પણ હજુ સુધી કોઇ ચોક્કસ કારણ આપ્યું નથી. જેને લીધે સુશાતંના પિતાએ પણ બિહારમાં ફરિયાદ નોંધાવી હતી. બિહાર સરકારે સુશાંતનાં આપઘાત કેસમાં CBI તપાસની પણ માંગણી કરી હતી. જેનાં અનુસંધાનમાં કેન્દ્ર સરકારે પણ એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી છે.

જેનું નેતૃત્વ IPS મનોજ શશીધરને સોંપવામાં આવ્યું છે તેમજ આ કેસનું સુપરવિઝન પણ CBI નાં DIG ગગનદીપ ગંભીરને સોંપવામાં આવ્યું છે. આ બંને જ અધિકારી ગુજરાત કેડરનાં IPS છે. આ ટીમમાં અનિલ યાદવ પણ ઇન્વેસ્ટીગેશન ઓફીસર તરીકે કામ કરશે.

મનોજ શશીધર વર્ષ 1994 ની બેચનાં ગુજરાત કેડરનાં IPS છે. તેઓ હાલમાં CBI નાં જોઇન્ટ ડાયરેકટર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આની અગાઉ શશીધર ગુજરાતનાં ઇન્ટેલિજન્સ બ્યુરોનાં એડીશનલ DG તરીકે પણ કામ કરતા હતા. શશીધર એ વડોદરા પોલીસનાં કમિશનર પણ રહી ચુક્યા છે.

અમદાવાદમાં પણ તેઓએ ક્રાઇમ બ્રાન્ચનાં DCP તરીકેની પણ એમણે ફરજ બજાવી છે. મનોજ શશીધરને જાણતા  લોકોનું માનવું છે, કે તેઓ એકદમ બાહોશ અધિકારી છે તેમજ એમની ટેરરીઝમનાં કેસ ઉકેલવમાં પણ માસ્ટરી રહેલી છે. શશીધર એ ટેકનોલોજીની જાણકારીમાં પણ ખુબ જ ચપળતા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *