સુરત (Surat) શહેરમાં બેફામ રીતે દારૂનો વેપલો ચાલતો હોવાની લોકચર્ચા છે. સુરતના અલગ-અલગ વિસ્તારોની અંદર બૂટલેગરો કોઈ પણ પ્રકારના ડર વગર દારૂનું વેચાણ કરી રહ્યા છે. સતત આક્ષેપો થતા રહે છે કે, જે તે વિસ્તારના પોલીસ (Police)અને પત્રકારો (Journalists) સાંઠગાંઠ કરીને દારૂના અડ્ડા ઉપરથી ઉઘરાણી કરતા હોય છે. પરંતુ આજે એક ખુબજ આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે. આ દૃશ્યોમાં તમે જોઈ શકો છો કે, એક કથિત તોડબાજ પત્રકારને કથિત બુટલેગર (Surat Bootlegger) મહિલાઓએ ઢીબી નાખ્યો હતો.
સુરત/ બુટલેગર પાસે તોડ કરવા ગયેલા પત્રકારને બે મહિલાઓએ ઢીબી નાખ્યો-જુઓ વિડીયો pic.twitter.com/DW8q3R5UW8
— Trishul News (@TrishulNews) May 17, 2023
માર માર્યાનો વીડિયો થયો વાઈરલ
મળેલી માહિતી અનુસાર આ વીડિયો સુરત શહેરમાં આવેલા પાંડેસરા વિસ્તારનો છે. ખૂબ જ મોટા પ્રમાણમાં પાંડેસરા વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોય છે. ચોરી છૂપેથી દારૂનું વેચાણ કરતા બૂટલેગરો પાસેથી પૈસાની ઉઘરાણી કરનારાઓ પણ સક્રિય થઈ જતા હોય છે.
ત્યારે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતાં તેનો ફાયદો લઈને કથિત પત્રકારો પણ દારૂના અડ્ડા ઉપર પહોંચીને પૈસાની માંગણી કરતા હોય છે. કથિત સૂરજ નામનો એક વ્યક્તિ અન્ય એક સાગરીત કિશોર સાથે રમીલા મહિલા બૂટલેગર પાસેથી પૈસા લેવા માટે ગયો હતો.
મળેલી માહિતી અનુસાર તોડબાજ કથિત પત્રકાર સાપ્તાહિક ન્યૂઝ પેપરનું નામ આપીને બૂટલેગર મહિલા પાસેથી સતત રૂપિયાની ઉઘરાણી કરતો હતો. વાત સામે આવી રહી છે કે, કથિત પત્રકાર ઉઘરાણી માટે તેના અન્ય મિત્રોને પણ સાથે લઈને આવતો હતો. બૂટલેગર સાતેહ વાત કરતા જણાવ્યું કે, કેટલીક વખત સૂરજ અને તેની સાથે આવનાર કિશોર નામના વ્યક્તિને રૂપિયા આપ્યા હતા, પરંતુ તેની માંગણી દર વખતે વધતી જતી હતી અબે તે કોઈક વ્યક્તિઓને લઈને પણ લઈને આવતો હતો.
ત્યાબાદ એક દિવસ ઉધરાણીથી ત્રસ્ત થઈને આખરે મહિલા બૂટલેગરએ કથિત પત્રકારને બરાબરનો જાહેરમાં જ મેથીપાક આપવાનો શરૂ કરી દીધો હતો. સૂરજ નામના વ્યક્તિને ત્રણેય મહિલાઓએ એકસાથે માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સમાઈ આવ્યો છે. સૂરજ સાથે આવેલો તેનો મિત્ર કિશોર ત્યાંથી નાસી જવામાં સફળ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.