તાજેતરમાં પ્રશિક્ષણ દરમિયાન એક બનાવ બન્યો હતો જેમાં એક સૈનિક 15000 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયો હતો. આ ઘટના આમ તો થોડા દિવસ પહેલાની જ છે પરંતુ તેને ભૂલી જવી જોઈએ નહિ. બ્રિટિશ અને અમેરિકી સૈનિકો એકસાથે અભ્યાસ ચાલુ હતો અને ત્યાં HALO જંપ લગાવવા દરમિયાન આ ઘટના બની હતી. આ સૈનિક 15000 ફૂટ ઊંચાઈથી કૂદ્યો હતો અને જે સમયે પેરાશુટ ખુલતું નથી અને તે સૈનિક જમીન પર પછડાયો હતો.
જાણવા મળ્યું છે કે, ઊંચાઈ પરથી કુદ્યા પછી સૈનિકે પોતાનું પેરાશુટ ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ખુલ્યું નહિ પેરાશુટ બેગ ખૂલવામાં ફેલ રહી અને આ સૈનિક પોતાની જગ્યાથી 322 કિલોમીટર દૂર એક ઘરની છત પર આવીને પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ જયારે સૈનિક એ છત પર પડ્યો ત્યારે એ છત તેમના વજનથી તૂટી ગઈ હતી અને આ સૈનિક સીધો એક ઘરના રસોડામાં જઈને પટકાયો હતો.
સારી વાત તો એ છે કે, સૈનિક જયારે છત પરથી રસોડામાં પડ્યો ત્યારે રસોડામાં કોઈ હાજર હતું નહિ. મળતી માહિતી મુજબ, સૈનિક જે ઘર પર પડ્યો હતો એ ઘર તે સમયે ખાલી હતું. તે ઘરના પાડોશીએ આ બનાવ જોયો હતો અને થોડો પણ સમય બગાડ્યા વગર તેમણે 911 પર કોલ કર્યો હતો અને પછી પોલીસ આવીને એ સૈનિકની મદદ કરી હતી.
પોલીસ આ સૈનિકને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગઈ હતી અને ત્યાં એ સૈનિકનો ઈલાજ શરુ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ બનાવની જાણકારી પોતાના ફેસબુક પેજ પર આપવામાં આવી હતી અને તેમણે સૈનિકના સ્વાસ્થ્ય વિષે જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે, અમને આ બનાવની જાણકારી મળી અને અમે તરત જ ત્યાં પહોંચી ગયા હતા. હાલમાં તેમની સારવાર થઇ રહી છે.
બ્રિટિશ દૂતાવાસ અનુસાર આ અભ્યાસ કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ બેસકેમ્પ રોબર્ટ્સથી કરવામાં આવી રહ્યો છે. આ સૈનિક ત્યાંની જ કોઈ ટુકડીનો સભ્ય છે અને તે ત્યાં જ અભ્યાસ કરી રહ્યો હતો. આ સૈનિકની તબિયતને લઈને બ્રિટિશ દૂતાવાસે કોઈ જાણકારી આપી નથી. આ ઉપરાંત, બ્રિટિશ દૂતાવાસે એ સૈનિકને હેલ્પ કરવાવાળા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
જણાવી દઈએ કે, આ એ જમ્પિંગ છે જે બહુ ઊંચાઈથી કુદવામાં આવે છે. આ જંપ દરમિયાન વ્યક્તિને 35000 ફૂટ ઊંચાઈથી પાડવામાં આવે છે. પડ્યા પછી વ્યક્તિ જયારે 6000 ફૂટ કે તેનાથી ઓછી ઊંચાઈ પર આવે છે ત્યારે પેરાશૂટ ખોલવામાં આવે છે અને બાદમાં સેફ લેન્ડિંગ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.