75માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી: જુનાગઢવાસીઓએ ડેકોરેશન પાછળ કર્યો અધધધ… આટલો બધો ખર્ચ

આવતીકાલે એટલે કે, 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશ 75માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવા માટે તત્પર બન્યું છે ત્યારે રાજ્યના જૂનાગઢ શહેરમાં અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે, શહેરના પ્રત્યેક મુખ્ય માર્ગને એકદમ સ્વચ્છ કરવામાં આવ્યા છે. આની ઉપરાંત મુખ્ય માર્ગો પરનાં સ્મારકો અથવા તો ઈમારતોને નવા રંગ-રોગાન કરવામાં આવ્યા છે. જેને લીધે જૂનાગઢની તસ્વીર ખરેખર બદલાઈ ગઈ છે.

સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનાં અવસર પર જૂનાગઢવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢવાસીઓમાં અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીયપર્વને કારણે સમગ્ર શહેરની સરકારી ઓફિસો, મુખ્યવિસ્તાર, સાર્વજનિક સ્થળો પર કલર કામ કર્યા પછી આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં ઉજવનાર 75માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇ તંત્ર દ્વારા સમગ્ર શહેરની સરકારી કચેરીઓ, કલેક્ટર ઓફિસ, તાલુકા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, એસ.પી. કચેરી, શામળદાસ ગાંધી ટાઉન હોલ, સર્કિટ હાઉસ, અનેકવિધ પોલીસ કચેરીઓને આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે શહેરમાં કરાયેલ રોશનીનો ઝળહળાટ જોવા માટે રાત્રીના સમયે લોકો ઉમટી પડ્યાં હતાં. જૂનાગઢના આવા સુંદર દ્રશ્યો જોઈને ખુબ અભિભૂત થયાં હતાં. નાના-મોટા સૌ કોઈએ પ્રશંસા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ખરેખર દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

જૂનાગઢની ઐતિહાસિક ઇમારતો તથા સરકારી કચેરી પર થયેલાં રોશનીના ઝળહળાટને જોવા ઉમટી પડેલ માનવ મેદની રોશનીના ફોટો પાડતા થાકતા ન હતા. વર્ષો બાદ જૂનાગઢમાં જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરમાં લાગેલ રોશનીના 4 ચાંદની સાથે જૂનાગઢવાસીમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે.

શહેરમાં અનેકવિધ જગ્યાએ થયેલું સુશોભન જૂનાગઢવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જૂનાગઢમાં ઉજવાઈ રહેલ સ્વાતંત્રય પર્વની પાછળ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અડધા કરોડથી વધારે નાણાંનો ખર્ચ કરવામાં આવ્યો છે કે, જેમાં ફક્ત 15 દિવસની સફાઇ માટે 7 લાખ રૂપિયા તથા મિથાઇલ પેરાથીયોન માટે કુલ 1,99,968, સ્વચ્છતા જાગૃત્તિના નાટક, બેનર, હોર્ડિંગ, પત્રિકા સાઉન્ડ સિસ્ટમ માટે 50,000 રૂપિયા તથા શહેરના માર્ગો પર સ્ટ્રીટ લાઇટના પોલને કલર કરવા માટે 6,51,024 રૂપિયા તથા મનપાની બિલ્ડીંગો, સર્કલ, પ્રવેશદ્ધારને રોશનીથી સુશોભિત કરવા માટે 7,41,665, સર્કલોને કલર અને રિપેરીંગ કામ કરવા ₹4,01,079, ડિવાઇડરોને કલર કરવા અને રિપેર કરવા ₹16,58,711 ઉપરાંતનો ખર્ચ થવાનો છે, તેવું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *