Junagadh News: જુનાગઢના એક સાધુનો મહિલા સાથે વ્યાભીચારી જીવન જીવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ સાધુ મહંત ગોવિંદગીરી મહારાજ દ્વારા ભગવા વસ્ત્રો ત્યજીને વડોદરાની યુવતિ જોડે લગ્ન કરવાનું નાટક કરીને તેને તરછોડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણકારોના મતે મહંતે યુવતિનો નંબર બ્લોક (Junagadh News) કરી દીધો છે. આખરે સમગ્ર મામલે યુવતિએ સોશિયલ મીડિયા મારફતે જાણકારી ઉજાગર કરી છે. આજે યુવતિ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચી છે.
મહંતે યુવતિ જોડેથી રૂ. 50 હજાર પણ લઇ લીધા
તાજેતરમાં સોશિયલ મીડિયા વર્તુળોમાં એક સાધુ દ્વારા મહિલા સાથેના વ્યાભિચારના વીડિયો ભારે વાયરલ થયા હતા. જેને કારણે સંત સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ વ્યાભિચારીની ઓળખ મહંત ગોવિંદગીરી મહારાજ તરીકે કરવામાં આવી છે. મહંતે વડોદરાની યુવતિને હાર પહેરાવીને તેની જોડે લગ્ન કર્યા હોવાનું સપાટી પર આવ્યું છે. યુવતિ જણાવે છે કે, જે વીડિયો વાયરલ થયો છે, તે મહંત ગોવિંદગીરી મહારાજનો છે.
તે મૂળ રાજસ્થાનના હોવાનું જણાવતા હતા. વિતેલા સાત મહિનાથી તેઓ યુવતિ જોડે રીલેશનશીપમાં હતા. દરમિયાન મહંતે યુવતિ જોડેથી રૂ. 50 હજાર પણ લીધા હતા. બાદમાં કોઇ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તેઓ પાછો આવીશ તેમ જણાવીને જતા રહ્યા હતા. બાદમાં યુવતિએ સંપર્ક કરતા કોઇ પત્તો લાગ્યો ન્હતો. એક સમય બાદ મહંતે યુવતિનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. હવે પીડિત યુવતિ ન્યાયની માંગણી કરી રહી છે.
તમામ ખર્ચ યુવતિએ ભોગવ્યો હતો
યુવતિએ બંનેના સંબંધ અંગે જણાવ્યું કે, હરિદ્વારની ગંગા નદીમાં સ્નાન કરવા માટે યુવતિ ગઇ ત્યારે તેનો ગોવિદગીરી મહંતનો સંપર્ક થયો હતો. મહંત ગોવિંદગીરીનું મૂળ નામ ગોવિંદ પુરોહિત છે, અને તે બિકાનેર, રાજસ્થાનનો રહેવાસી છે. બંને વડોદરા બે મહિના, હરિદ્વાર પાસેના બિરલા ઘાટ આશ્રમમાં ત્રણ મહિના અને બે મહિના નાસિકના ત્ર્યંબકેશ્વર ખાતે રહ્યા હતા. જેનો તમામ ખર્ચ યુવતિએ ભોગવ્યો હતો.
જુનાગઢના હરિગીરી મહારાજના શિષ્ય
વધુમાં જણાવ્યું કે, મહંત ગોવિંદગીરી મહારાજ ઉર્ફે ગોવિંદ પુરોહિતે તેમની સાથે ઠગાઇ કરી છે. તે જ રીતે અન્ય લોકો સાથે પણ ઠગાઇ આચરી છે. તેઓ જુનાગઢના હરિગીરી મહારાજના શિષ્ય હોવાનું યુવતિ જણાવી રહી છે. હમણાં તે સાધુ બનીને હરિયાણા કે પંજાબ બાજુ હોવાનું યુવતિએ મીડિયાને જણાવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App