ગુજરાત(Gujarat): અકસ્માતની ઘટનામાં વધુ એક પોલીસકર્મીએ જીવ ગુમાવતા પોલીસ બેડામાં માતમ છવાય જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો જુનાગઢ(Junagadh)ના એ ડિવિઝનના PSI એ.કે. પરમાર(PSI A.K. Parmar)નું અકસ્માત(Accident)માં નિધન થયું છે. આ ઘટનાને કારણે પોલીસ બેડામાં ભારે માતમ છવાઈ ગયો છે. આ ઘટનાને લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત માટે કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ બાદ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અકસ્માતમાં મૃત્યુ પામેલા PSI અમદાવાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ દર્દનાક અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલામાં બનેલી આ ઘટનામાં જુનાગઢ A ડિવિઝનના PSIની કાર પલટી મારી ગઈ હતી, જેમાં એ. કે. પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, અકસ્માત દરમિયાન તેઓ એટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા કે અને તેનું મૃત્યુ થયું હતું. હાલમાં તો આ મામલે વધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
PSI પરમાર છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં હતા અને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. મૃતક PSI એ.કે. પરમારનું અમદાવાદમાં સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા અને તેઓ આ ટ્રેનિંગ પૂર્ણ કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે સાયલા નજીક તેમને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતો અને અંતે તેનું નિધન થયું હતું.
PSI પરમારના મોતની ખબર મળતા પોલીસ બેડામાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે કેટલાય સવાલો પેદા થઇ રહ્યા છે. આ કેસમાં પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની તપાસ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. મહત્વનું છે કે, તેમની સાથે ટ્રેનિંગમાં હતા તે પોલીસકર્મીઓને પણ આ સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.