Junagadh Accident: જૂનાગઢ શહેરમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયાનું સામે આવ્યું છે. રવિવારે સવારે મધુરમ રોડ ઉપર એક બાઈક સવાર યુવકને બીજી તરફથી આવતા વાહન ચાલકે ઠોકર મારી દેતા તે પુવકનું ગંભીર ઈજા થવાથી પાંચ મિનીટમાં બેઈન હેમરેજ થતા ઘટના સ્થળે જ મોત થયું હતું, તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં ગતરાત્રે મધુરમ વિસ્તારમાં જ એક મહિલા રસ્તો ઓળંગી રહી હતી ત્યારે ત્રિપલ સવારી બાઈક ચાલકે મહિલાને હડફેટે(Junagadh accident) લેતા મહિલાનું મોત થયું હતું. જયારે રાને 1.57 કલાકે ખામધોળ રોડ ઉપર એક બાઈક ચાલક યુવક ડિવાઈડર સાથે ટકરાતા યુવકનું મોત થયું હતું.
છેલ્લા 3 દિવસમાં બીજી ઘટના સામે આવી
ગઇકાલે મોડી રાત્રે રસોઈ કામ કરી ઘરે જતી 50 વર્ષીય મહિલાનું બાઈક અડફેટે મૃત્યુ નીપજ્યું છે. મધુરમ વિસ્તારમાં રહેતા હંસાબેન મનસુખલાલ સોલંકી મંદિરમાં રસોઈનું કામ પૂરું કરી પોતાના ઘરે જતાં હતાં તે સમયે બિલનાથ મંદિર નજીક જ રોડ ક્રોસ કરવા જતાં પુરઝડપે આવતી બાઇકે મહિલાને રોડ પર પછાડી દીધાં હતાં.અકસ્માત સર્જાતા રોડ પર લોકોનાં ટોળેટોળાં એકત્રિત થયાં હતાં અને મહિલાને મોઢા અને માથાના ભાગેથી લોહી નીકળ્યું હતું. ત્યારે મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તો બીજી તરફ અકસ્માત સર્જના બાઈક સવાર નાસી છૂટ્યો હતો. 50 વર્ષીય હંસાબેન સોલંકીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યાં હતાં. મહિલાના પરિવાર દ્વારા અકસ્માત સર્જનાર બાઈક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
35 વર્ષીય યુવકએ ગુમાવ્યો હતો જીવ
જૂનાગઢ શહેરના મધુરમ બસ સ્ટોપ નજીક આવેલા એકતાનગર પાસે શનિવારે સવારે બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પંકજ જોશી નામના આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો. એકતાનગરમાં જ રહેતો 35 વર્ષીય પંકજ મનસુખભાઈ જોશી શનિવારે સવારે 7:00 વાગ્યે ઘરેથી બાઇક લઇને વેફર લેવા નીકળ્યો હતો. ત્યારે રોડ ક્રોસ કરવા જતા સામેથી આવતા બાઇક સાથે બાઈક અથડાતા પંકજનું માત્ર પાંચ જ સેકન્ડમાં પ્રાણ પંખેરું ઊડી ગયું હતું.
આ અગાઉ પણ બની ચુકી છે આવી ઘટના
ત્રીજી ઘટનામાં એવી હતી કે, અહીંના ખામકોળ રોડ ઉપર આવેલ કેમ્બ્રિજ સોસાયટીમાં રહેતા ઈલયાસ રહીકભાઈ આરબ નામનો યુવક પોતાનું નવું બાઈક લઈને ગતરાતે 1.57 કલાકે પરે જતો હતો. ખામધોળ રોડ ઉપર ડો.સુભાષ યુનિવર્સીટી સામેના માર્ગ ઉપર અચાનક તેનું બાઈક ડિવાઈડર સાથે ટકરાતા તેને ગંભીર ઈજા થયેલ હતી. આ ઘટનાની અમુક મિનિટો પછી એક વાહનચાલક ત્યાંથી પસાર થયો અને તેણે ઈલિયાસને ગંભીર હાલતમાં ઈજામરસ્ત જોવા મળતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો,
પરંતુ ઈલિયાસનું માથામાં હેમરેજ થવાથી 5 મિનીટમાં મોત થયું હતું. આમ ત્રણ દિવસમાં જૂનાગઢ રાહેરમાં અકસ્માતમાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. તેનું મુખ્ય કારણ, શહેરના નવા બનેલા રોડ-રસ્તાઓ ઉપર ડિવાઈડર અને સ્પીડ બેકરનો અભાવ અને જેના પરિણામે વાહન ચાલકો જે પુરપાટ ઝડપે વાહન ચલાવે છે. અન્યની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે શહેરમાં આવા રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકર મુકવા માંગ ઉઠી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube