આવતીકાલે જોવા મળશે સૌથી મોટું સૂર્ય ગ્રહણ- શું છે સમય અને ક્યાં જોવા મળશે, જાણો સૂર્યગ્રહણમાં શું કરવું?

આવતી કાલે વિક્રમ સંવત 2076ના જ્યેષ્ઠ કૃષ્ણ અમાસને રવિવારે મિથુન રાશિમાં વર્ષનું સૌથી મોટુ કંકણાકૃતિ ચૂડામણિ સૂર્યગ્રહણ થવાનું છે. ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે. 21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવી જશે. 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. 21 જૂને મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં આ ગ્રહણ થઈ રહ્યુ છે. ભારતમાં આ ગ્રહણ દેખાશે અને ગ્રહણ કાળ માન્ય રહેશે. આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, યુરોપ તથા મધ્ય આફ્રિકામાં દેખાશે.

આ ગ્રહણ ભારતીય સમયઅનુસાર, 10 કલાક 03 મિનિટથી શરૂ થઈને 1 કલાક 32 મિનિય સુધી રહેશે. બપોરે 11 કલાક 51 મિનિટ પર ગ્રહણ તેની ચરમ સીમા ઉપર જોવા મળશે. જ્યારે ગ્રહણ વેધ ગ્રહણના એક દિવસ પહેલા એટલે કે, 20 જૂનને શનીવારે રાત્રે 10:10 કલાકે શરૂ થઈ જશે (ત્યારબાદ જમવું નહિ ) અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી રહેશે.

આવું જોવા મળશે સૂર્ય ગ્રહણ 

આ સૂર્ય ગ્રહણ ચમકતા સોનાના કંકણ જેવુ દેખાશે આથી જ તેને કંકણાકૃત સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટનાને જોવી ખુબજ દુર્લભ માનવામાં આવે છે. આપણે ત્યાં ધાર્મિક દૃષ્ટીએ પણ એટલુ જ મહત્વ રહેલુ છે. જો કે ગ્રહણને નરી આંખોએ ક્યારેય ન જોવુ જોઇએ કેમકે તેનાથી આંખોને અસર થાય છે. આ ગ્રહણને જોવા માટે સોલર ચશ્મા, ટેલીસ્કોપ, પિન હોલ કેમેરા, ટેલીસ્કોપ, સૂર્ય ગ્રહણ પ્રોજેક્ટર, સોલાર દૂરબીનનો ઉપયોગ કરવો જોઈએ.

જાણો સૂર્યગ્રહણમાં શું કરવું ?

(1) ગ્રહણના આરંભમાં રાંધેલું અનાજ અશુધ્ધ થાય છે . તેથી ગ્રહણનો વેધ લાગે તે પહેલાં રાંધેલું અનાજ વાપરી લેવું.

(2) અથાણું,દુધ, દહી,છાસ,ઘૃત, તેલ વગેરેમાં બનાવેલું અનાજ આ સર્વેમાં તલ અને દર્ભ નાખવાથી ગ્રહણમાં પણ આ અપવિત્ર થતું નથી.

(3) સૂર્યગ્રહણ શરૂ થવાનું હોય તેના બાર કલાક પહેલાં વેધ લાગે છે. અને ચંદ્રગ્રહણ થવાનું હોય તેના નવ કલાક પહેલાં વેધ લાગે છે.

(4) ગ્રહણ ના બાર કલાક પહેલાં બાળક,વૃધ્ધ અને રોગી સિવાય બીજા કોઈએ પણ ભોજન કરવું નહીં.

(5) બાળક વૃધ્ધ અને રોગીને પણ ગ્રહણ ના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું નહી.

(6) કોઈ પણ વ્યક્તિ ગ્રહણના વેધ દરમ્યાન ભોજન કરે તો તે ત્રણ દિવસના ઉપવાસનું વ્રત કરે તો શુધ્ધ થાય છે.

(7) જે કોઈ સૂર્ય અને ચંદ્રગ્રહણમાં જમે છે. તે તો પ્રાજાપ્રત્ય વ્રત કરવાથી શુદ્ધ થાય છે.

(8) જો રવિવારે રવિગ્રહણ હોય તથા સોમવારે ચંદ્રગ્રહણ હોય તો તે ચુડામણિ નામનો યોગ કહેવાય. આ યોગમાં દાન, હોમ વગેરે કરવાથી વધારે ફળ મળે છે. વળી આ યોગમાં બીજા વારોમાં આવતા સૂર્યગ્રહણની અપેક્ષાએ કોટિ ઘણું ફળ મળે છે.

(9) શાસ્ત્ર મુજબ આઠ વર્ષથી ઓછી ઉંમર હોય તેને બાળક ગણવા અને ૮૦ (એંશી) વર્ષથી વધુ ઉંમર હોય તેને વૃધ્ધ ગણવા.

(10) ગ્રહણ સમયે આપણને સૂતક લાગે છે તેથી કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરી શકાય નહિ.

(11) ગ્રહણના આરંભ માં સ્નાન, ગ્રસ્ત થાય ત્યારે હોમ તથા દેવનું પૂજન,મૂકાવાની તૈયારી હોય ત્યારે દાન, મુક્ત થાય ત્યારે સ્નાન કહેલું છે.

(12) ગ્રહણ સૂતકમાંથી મુક્ત થયા બાદ સ્નાન ન કરે તે પુરૂષ બીજું ગ્રહણ ન થાય ત્યાં સુધી સૂતકી કહેવાય.

ગ્રહણમાં દાનનો મહિમા

ગ્રહણ મોક્ષ પછી શુધ્ધ થઈ અને ભૂમિદાન આપનારો મંડલાધીશ થાય, અન્નદાન આપનારો સર્વ લોકમાં સુખી થાય છે. રૂપાનો દાન આપનારો પૃથ્વી પર કીર્તિવાળો અને રૂપવાન થાય છે. દીપદાતા નિર્મળ આંખો વાળો થાય છે. ગાયનું દાન કરનાર સ્વર્ગલોક પામે છે. સોનાનું દાન કરનાર દીર્ધાયુ થાય છે. તલનું દાન આપનાર ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે.ગૃહસામ્રગી સહિત ઘરનું દાન આપનારો સ્વર્ગ લોકમાં ખૂબ ઊંચા મહેલવાળો થાય છે. વસ્ત્રનું દાન કરનાર ચંદ્રલોકને પામે છે. અશ્વનુ દાન કરનારો વિમાન આદિ દિવ્ય વાહનોવાળો થાય છે. વૃષભનું દાન કરનારો લક્ષ્મીવાન થાય છે. શિબિકા અને પલંગ આપનારો ગુણવાણી પત્નીવાળો થાય.જે શ્રધ્ધાથી દાન કરે છે અને જે શ્રદ્ધાથી સ્વીકારે છે તે બન્ને સ્વર્ગના ભાગી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *