સૂર્યએ કર્યો આ રાશિમાં પ્રવેશ, તે લોકો થવા જઈ રહ્યા છે માલામાલ- તમે તો નથીને?

સૂર્ય 15 જુનના રોજ સોમવારે મિથુન રાશિમાં પ્રવેશ કરનાર છે. આ રાશિમાં સૂર્ય અને ખૂબ બળવાન માનવામાં આવે છે. સૂર્ય 16 જુલાઈ સુધી આ રાશિમાં…

સૂર્ય 15 જુનના રોજ સોમવારે મિથુન રાશિમાં પ્રવેશ કરનાર છે. આ રાશિમાં સૂર્ય અને ખૂબ બળવાન માનવામાં આવે છે. સૂર્ય 16 જુલાઈ સુધી આ રાશિમાં રહેનારો છે. મિથુન રાશિમાં સૂર્યની ઉપસ્થિતિ આઠ રાશિઓ માટે ધનલાભના યોગ બનાવી રહી છે. જ્યારે ચાર રાશિના લોકોને થોડું સાવધાન રહેવું પડશે. આવો જાણીએ સૂર્યના આ રાશિ પરિવર્તન સાથે તમામ રાશિઓની આર્થિક સ્થિતિ પર કેવી અસર પડશે.

મેષ-મેષ રાશિના જાતકોના ત્રીજા ભાવમાં સૂર્ય નો ગોચર હશે. પરિશ્રમ કરવાથી લાભ પણ મળશે. નાની-મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેનના સંબંધોમાં સુધાર આવશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પૈસાની તંગી દૂર થશે. વેપારીને નોકરીના મામલે સફળતા મળી શકે છે.

વૃષભ-સૂર્ય વૃષભ રાશિના બીજા ભાવમાં એટલે કે ધનભાવમાં હશે. જોકે આ ભાવમાં સૂર્ય સાથે રાહુ પણ રહેલો છે. એક મહિનો પિતૃ દોષ પણ રહેશે. ધનલાભના યોગ છે પરંતુ વાણી ઉપર સંયમ જાળવવો પડશે. કોઈની સાથે વાદ-વિવાદમાં પડવાથી નુકસાન થઈ શકે છે. પશ્ચિમ દિશામાં કામ કરવાથી પૈસા માં વધારો થશે. રોકાયેલા પૈસા પાછા ફરશે.

મિથુન-મિથુન રાશિમાં જ સૂર્યનો પ્રવેશ થનાર છે. સૂર્ય અને રાહુના એકસાથે હોવાને લીધે 25 જૂન બાદ થોડી મુશ્કેલી થઈ શકે છે. જોકે ત્યાં સુધી તમામ વસ્તુઓ સામાન્ય રહેશે. સરકારી કામ પૂર્ણ થશે. જોકે 25 જૂન બાદ કાર્યોમાં મુશ્કેલીઓ વધશે. પતિ-પત્નીના સંબંધમાં તિરાડ આવી શકે છે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે. કોઈ બહારના વ્યક્તિને પૈસા આપવા થી બચો.

કર્ક-કર્ક રાશિવાળા ના બારમા ભાવમાં સૂર્ય નો ગોચર થવા જઈ રહ્યો છે. આ ગોચર તમારા માટે બિલકુલ સારો નથી. પૈસાનું નુકસાન થશે. માન-સન્માનમાં નુકસાન થશે. આત્મવિશ્વાસમાં ઉણપ આવશે. સ્વાસ્થ્યને લઈને વધારે પૈસા ખર્ચી શકે છે. મુસાફરી ઉપર પૈસા ખર્ચવાના છે. કોર્ટ-કચેરી અને પોલીસના મામલામાં સતર્ક રહેવું પડશે. પિતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.

સિંહ-સિંહ રાશિવાળાઓ માટે સૂર્યનું રાશિ પરિવર્તન અત્યંત શુભ છે. ધનલાભના યોગ બની રહ્યા છે. શેર માર્કેટમાં ફાયદો થશે. રોકાયેલા પૈસા પાછા આવશે. ચોરી થયેલી વસ્તુઓ પાછી મળશે. નોકરી અને વેપારમાં પણ લાભના યોગ બની રહ્યા છે. આવનારો સમય ખૂબ સારો છે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. માન સન્માન વધશે.

કન્યા-કન્યા રાશિના દશમાં ભાવમાં સૂર્યનો દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી સફળતાનો યોગ બનાવી રહ્યું છે. વિદેશમાંથી લાભ થશે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. કરિયરમાં મોટી ઉપલબ્ધિઓ મળી શકે છે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. રાશિ પરિવર્તન બાદ મહેનતનું ફળ મળશે. નોકરીના મામલે પણ સારા સમાચાર મળી શકે છે.

તુલા-તુલા રાશિ વાળા લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ભાગ્યને ચાર ચાંદ લગાવી દેશે. પદ, પ્રતિષ્ઠા, ધન, પિતાનું સ્વાસ્થ્ય, વેપારમાં નફા સાથેના સારા યોગ બની રહ્યા છે. ધન વધશે અને મુસાફરી થી સફળતા મળશે. જો કે હાલની પરિસ્થિતિ ને જોતા ઘરની બહાર ન નીકળો. આ મહિને કેટલાક સારા કામ તમારા હાથે થશે.

વૃશ્ચિક-તમારી રાશિમાં સૂર્ય આઠમાં ભાવમાં ગોચર કરશે. આઠમું ઘર મુશ્કેલી અને ડૂબી જવાનું ઘર છે તો તમને મુશ્કેલી આવી શકે છે. મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે. કોર્ટ-કચેરી અને પોલીસના મામલામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો બારીકીથી ધ્યાન રાખવાનું રહેશે નહિતર મુશ્કેલીઓ વધી શકે છે. વૃદ્ધોના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખો.

ધન-ધન રાશિના લોકોના સાતમા ભાવમાં સૂર્ય પ્રવેશ કરી રહ્યો છે. પાર્ટનર સાથે સંબંધો સુધારવાનું ધ્યાન રાખવું પડશે. ગુસ્સો અને અહંકાર તમારી મુશ્કેલીઓ ને વધારી શકે છે. આવનારા સમયમાં વધુ મુશ્કેલીઓ આવી શકે છે. હાલ આ સમય તમારા માટે સારો નથી. ધંધાના મામલે સાવધાની વર્તવાની જરૂર છે. અજાણ્યા વ્યક્તિઓ ને પૈસા આપવાથી બચો.

મકર-સૂર્ય મકર રાશિના છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારા માટે શુભ નથી. નોકરીમાં મુશ્કેલીઓ આવશે. લોનમાં સમસ્યાઓ આવી શકે છે. સાથે કામ કરનારા લોકો નુકસાન કરાવી શકે છે. કેટલાક દિવસો સુધી તમારે સાવધાન રહેવું પડશે. સૂર્યના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો. આવું કરવાથી તમારા માથે સંકટ ટળી જશે.

કુંભ-પાંચમા ભાવમાં સૂર્યનો આ ગોચર શેર માર્કેટ, બાપદાદાની સંપત્તિ, પુત્રને અભ્યાસના મામલામાં લાભ આપી શકે છે. પૈસા વિશે પરિસ્થિતિ સામાન્ય જ રહેશે. જોકે લગ્ન, પ્રેમ વગેરે મામલાઓમાં નુકસાન થવાની સંભાવના છે.

મીન -મીન રાશિના ચોથા ભાવમાં સૂર્યનો આ ગોચર હશે. ઘર, ગાડી, બંગલો, પ્રતિષ્ઠા તમામના વધારાના યોગ છે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરમાં ખુશીઓ આવશે. જીવનનું કોઈ મોટું લક્ષ્ય પૂર્ણ થઇ શકે છે. તમારા માટે આ સમય ખૂબ જ સારો છે. સરકારી તંત્ર તરફથી મદદ મળશે અને ઘરમાં લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *