જુરાસિક પાર્ક (Jurassic Park) ની 6ઠ્ઠી ફ્રેન્ચાઈઝી ફિલ્મ જુરાસિક વર્લ્ડ ડોમિનિયન (Jurassic World Dominion) 10મી જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મે માત્ર 2 દિવસમાં જ વિશ્વભરમાં $194 મિલિયન એટલે કે 1500 કરોડનું કલેક્શન કર્યું હતું, જે હવે વધીને $400 મિલિયન એટલે કે ત્રણ દિવસમાં લગભગ સાડા ત્રણ હજાર કરોડ થઈ ગયું છે.
ઓપનિંગની વાત કરીએ તો, ફિલ્મે પહેલા દિવસે $59 મિલિયન (460 કરોડ)ની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે જુરાસિક પાર્ક અને જુરાસિક વર્લ્ડની અત્યાર સુધી 6 ફિલ્મો આવી ચુકી છે. પહેલી ફિલ્મ જુરાસિક પાર્ક 1993માં રિલીઝ થઈ હતી, જેમાં 5 સિક્વલ પાર્ટ આવી ચુક્યા છે, જ્યારે 2015થી હવે જુરાસિક પાર્કની સિક્વલ ‘જુરાસિક વર્લ્ડ’ નામથી બનાવવામાં આવી રહી છે, જેમાં ત્રણ ફિલ્મો છે. આવો જાણીએ કે અગાઉની તમામ ફ્રેન્ચાઈઝીનું કલેક્શન કેવું રહ્યું છે…
જુરાસિક પાર્ક –
1993માં રિલીઝ થયેલ જુરાસિક પાર્ક, ડાયનાસોર થીમ પાર્કની રચનાની ખૂબ જ રસપ્રદ વાર્તા કહે છે. તેની રિલીઝ પછી, આ ફિલ્મ તે સમય સુધી વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ રેકોર્ડ બે વર્ષ સુધી રાખ્યા બાદ તેનો રેકોર્ડ બેટમેન ફોરએવર દ્વારા તોડવામાં આવ્યો હતો. આ ફિલ્મ ફરી વર્ષ 2013માં 3Dમાં રિલીઝ થઈ હતી.
ધ લોસ્ટ વર્લ્ડ: જુરાસિક પાર્ક –
ધ લોસ્ટ વર્લ્ડઃ જુરાસિક પાર્ક, જુરાસિક પાર્કનો બીજો પાર્ટ હતી, જે 1997માં રિલીઝ થઇ હતી. તે વર્ષની તે વિશ્વની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. તેને શ્રેષ્ઠ VFX માટે ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી, જોકે ફિલ્મ ટાઇટેનિક સામે હારી ગઈ હતી. તે વિશ્વની પ્રથમ ફિલ્મ હતી જેણે પહેલા અઠવાડિયામાં જ $70 મિલિયન (રૂ. 570 કરોડ) કલેક્ટ કર્યા હતા.
જુરાસિક પાર્ક 3-
જુરાસિક પાર્ક 3, જુરાસિક પાર્કનો ત્રીજો પાર્ટ હતી, 2001 માં રિલીઝ થઇ હતી. અગાઉની બે ફિલ્મોની સરખામણીમાં તે સૌથી ઓછી કમાણી કરનારી ફિલ્મ હતી, જ્યારે તેને હિટ ફિલ્મનો દરજ્જો મળ્યો છે. આ ફિલ્મમાં, ડાયરાનોસોરને સ્પિનોસોર દ્વારા બદલવામાં આવ્યા હતા, જે પછીના ભાગમાં જોવા મળ્યા હતા.
જુરાસિક વર્લ્ડ-
1993માં શરૂ થયેલી ફ્રેન્ચાઈઝીનું નામ જુરાસિક પાર્કથી જુરાસિક વર્લ્ડ રાખવામાં આવ્યું હતું. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કોસ્ટા રિકામાં ડાયનાસોર માટે થીમ પાર્ક બનાવવામાં આવ્યો છે. જ્યારે ટ્રાન્સજેનિક ડાયનાસોર તેના પાંજરામાંથી ગાયબ થઈ જાય છે અને સ્ટાફની બેદરકારીને કારણે પાર્કના રહેવાસીઓ સુધી પહોંચે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. ફિલ્મે લગભગ 12 હજાર કરોડનું કલેક્શન કર્યું હતું, જે છેલ્લા ત્રણ ભાગોમાં સૌથી વધુ હતું.
જુરાસિક વર્લ્ડ: ફોલન કિંગડમ-
વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ જુરાસિક વર્લ્ડઃ ફોલન કિંગડમ અત્યાર સુધીની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી છે. તેનું નિર્માણ $187 મિલિયન (1460 કરોડ)ના મોટા બજેટમાં થયું હતું. તે વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી 12મી ફિલ્મ છે. આ ફિલ્મ 48 દેશોમાં રિલીઝ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.