એક અફવાના કારણે હજારોની ભીડમાં લોકો આવી ગયા રોડ પર- જુઓ વિડીઓ

સમગ ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ મહાભારત ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીની એક આજ્ઞાથી સમગ્ર ભારત ઘરમાં કેદ થઇ ગયું છે. તમામ દેશવાસીઓએ પોતાને જાતે જ ઘરોમાં કેદ કરી લીધા છે. પરંતુ કેટલાંક લુખ્ખાતત્વો લોકડાઉનને ફેલ કરવાનું વારંવાર ષડયંત્ર રચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી કે તેના પરિણામે શનિવાર સાંજે હજારોની સંખ્યામાં લોકો દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર ઉમટી પડયા. જેનાથી આ લોકડાઉનનો ભંગ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dance ➕ 5 (@dance__plus__5_) on

માનવામાં આવી રહ્યું છે કે કોઇએ સોશિયલ મીડિયા દ્વારા એ અફવા ફેલાવી હતી કે સરકાર દ્વારા લોકડાઉનમાં 24 કલાકની રાહત આપવામાં આવી છે જેથી કરીને લોકો ગમે ત્યાં આવી જઇ શકે. આ કોરી અફવાએ સોશિયલ મીડિયા પર જોર પકડયું અને જોત જોતામાં હજારોની સંખ્યામાં લોકો પોતપોતાનો સમાન લઇ આનંદ વિહાર બસ સ્ટેન્ડ પંહોચી ગયા હતા. દેશની રાજધાનીમાં લોકડાઉનની ધજ્જીયા ઉડી ગઇ.

દિલ્હીમાં ITO-વિકાસ માર્ગ પર લોકો સાથે વાતમાં એ સામે આવ્યું કે ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર જોઇને લોકો પોતાના ઘરે જવા માટે નીકળ્યા. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર મેસેજ ચાલી રહ્યા હતા કે બે દિવસનો સમય છે ઘરે જવાનો અને સરકારે બસોની સગવડ પણ કરી લીધી છે.

લોકડાઉન દરમ્યાન લોકોના જમાવડાની માહિતી મળવા પર પોલીસ સ્થળ પર પહોંચી જ્યાં હજારોની સંખ્યામાં લોકોની ભીડને જોતા પોલીસ પણ અચંબામાં પડી ગઇ. પોલીસે લોકોને સમજાવાની કોશિષ કરી પરંતુ લોકોએ પોલીસની કોઇ વત પણ ના માની. આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પલાયન કરનારાઓને અપીલ કરી કે તેઓ જ્યાં છે ત્યાં રહે. કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારના 800 એવા કેન્દ્ર છે જ્યાં લોકોને જમાડવામાં આવી રહ્યા છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *