અહીં વાત છે સિધિંયા પરિવારની પૂત્રવધૂ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શીની રાજે સિંધિયા વિષે. જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શીનીનો જન્મ ગુજરાતના વડોદરામાં ગાયકવાડ મરાઠા પરિવારમાં થયો છે. પ્રિયદર્શીનીની માતા નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પ્રિયદર્શીનીના લગ્ન 12 ડિસેમ્બર 1994માં જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે થયા હતા. તે દેશની 50 સૌથી સુંદર મહિલાઓમાં સ્થાન પામી ચૂકી છે.
1 જાન્યુઆરી, 1971 ના રોજ જન્મેલા પ્રિયદર્શિની રાજે સિંધિયા શાહી પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની છે. પ્રિયદર્શીની દેશની સૌથી સુંદર રાજકુમારીઓમાં સ્થાન પામી છે. હાલના સમયમાં દરેક લોકો સોસિયલ મીડિયા દ્વારા જોડાયલા હોય છે પણ પ્રિયદર્શિની સિંધિયા આ વર્ચુઅલ દુનિયાથી દૂર રહે છે. પ્રિયદર્શિની રાજે સિંધિયા બરોડાના રાજ પરિવારની છે. તેના પિતા કુમાર સંગ્રામસિંહ ગાયકવાડ બરોડાના છેલ્લા રાજા પ્રતાપસિંહ ગાયકવાડના પુત્ર છે.
ફેમિનાએ પ્રિયદર્શિનીને વર્ષ 2012માં દેશની 50 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં શામેલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્ય સિંધિયાની પહેલી મુલાકાત 1991 માં થઈ હતી. એવું કહેવામાં આવે છે કે જ્યોતિરાદિત્યને પ્રથમ નજરે જ પ્રિયદર્શિની સાથે પ્રેમ થયો. પ્રથમ મુલાકાત પછી, આ વલણ વધ્યું અને ત્રણ વર્ષ પછી, બંનેના લગ્ન થયા. બંનેએ 12 ડિસેમ્બર 1994 ના રોજ લગ્ન કર્યા હતા. વર્ષ 2008માં પ્રિયદર્શીનીને બેસ્ટ ડ્રેસ્ડ હોલ ઓફ ફેમ લિસ્ટમાં પણ સ્થાન મળ્યુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.