પ્રમુખસ્વામીના એક વચને કે.લાલ જાદુગરે ફગાવી દીધી 50 લાખની ઓફર, લાખો રૂપિયા મળતા હતા છતાં…

ભારતીય સંસ્કૃતિ તથા સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj)નો શતાબ્દી મહોત્સવ (Pramukhswami Maharaj Shatabdi Mohotsav) આગામી ડિસેમ્બર જાન્યુઆરીમાં…

ભારતીય સંસ્કૃતિ તથા સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj)નો શતાબ્દી મહોત્સવ (Pramukhswami Maharaj Shatabdi Mohotsav) આગામી ડિસેમ્બર જાન્યુઆરીમાં અમદાવાદ (Ahmedabad) ખાતે યોજવામાં આવ્યો છે. આ મહોત્સવને ગણતરીના જ દિવસો બાકી હોવાથી દેશ-વિદેશથી લોકો અમદાવાદમાં સેવા કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આજે આપણે કે. લાલ જાદુગરે પ્રમુખસ્વામી મહારાજને આપેલા એક વચન વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ…

જાણવા મળ્યું છે કે, એક સમયે સંતો તથા કે. લાલ જાદુગર ભેગા થયા હતા. આ દરમિયાન વાતમાંથી વાત નીકળી હતી ત્યારે કે. લાલ જાદુગરે જણાવ્યું હતું કે, તેમને ગુટકા બનાવતી એક કંપનીએ એડ બનાવવા માટે લાખો રૂપિયાની ઓફર કરી હતી. ગુટકા બનાવતી આ કંપની માત્ર 11 સેકન્ડની એડ માટે કે. લાલ જાદુગરને 25 લાખ રૂપિયા આપવા તૈયાર હતી.

વધુમાં કે. લાલ જાદુગરે સંતોને જણાવ્યું હતું કે, આ એડ ગુટકાની હોવાથી તેમણે કંપનીને સ્પષ્ટ શબ્દોમાં એડ કરવાની ના પાડી દીધી હતી. આ વાતની જાણ જ્યારે કંપનીના મોટા મોટા અધિકારીઓ થઈ હતી, ત્યારે તેઓએ ફરી એક વખત કે. લાલ જાદુગરને એડની ઓફર કરી હતી. જેમાં માત્ર 11 સેકન્ડની એડ માટે કંપની તરફથી કે. લાલ જાદુગરને 50 લાખ રૂપિયા આપવા તૈયાર હતા. આ દરમિયાન કે લાલ જાદુગરે આ પ્રકારની એડ કરવાની લાખો રૂપિયા આપતા હોવા છતાં પણ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. જેના કારણે કંપનીના અધિકારીઓ વિચારમાં પડી ગયા હતા.

લાખો રૂપિયાની એડ ઠુકરાવવા માટે કંપનીના અધિકારીઓએ કે. લાલ જાદુગરને સવાલ કર્યો હતો કે, તમે શા માટે જાહેરાત કરવાની ના પાડો છો. જો તમને કોઈ સમસ્યા હોય તો આપણે મીટીંગ કરીને એ વાતનું સોલ્યુશન લાવી શકીએ છીએ. આ દરમિયાન કે. લાલ જાદુગરે જવાબ આપતા કહ્યું હતું કે, આ વાતનો કોઈ પણ રસ્તો છે જ નહીં.

જેને પગલે કંપનીના અધિકારીઓએ જાદુગરને પૂછ્યું હતું કે, તેની પાછળનું કારણ શું છે. ત્યારે કે. લાલ જાદુગરે જણાવ્યું હતું કે હું એક વખત આણંદમાં શો કરવા માટે ગયો હતો. ત્યારે મને ખબર પડી હતી કે આણંદમાં પ્રમુખસ્વામી મહારાજ રોકાયેલા છે. જેથી હું પ્રમુખસ્વામી મહારાજને મળવા માટે ગયો હતો. તેમજ પ્રમુખસ્વામી મહારાજને મેં મારો શો જોવાની ખૂબ જ વિનંતી કરી હતી. તે સમયે મારું સપનું હતું કે પ્રમુખસ્વામી મહારાજ એક વખત મારો શો જોવે.

મારી વિનંતીના કારણે પ્રમુખસ્વામી મહારાજે શો જવાની હા પાડી હતી. તેઓએ મારો શો પણ જોયો અને તેમને મારો શો ખૂબ જ પસંદ પણ આવ્યો હતો. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે મને જતાં જતાં કહ્યું હતું કે, હજારો લોકો તમારો શો જોવા માટે આવે છે. તેથી જો તમે આ શોની અંદર લોકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરો તો તે ખૂબ જ સારું રહેશે. આ કારણોસર કે. લાલ જાદુગરે લાખો રૂપિયાની ગુટકાની એડ ઠુકરાવી દીધી હતી. તેઓએ જણાવ્યું કે, જો હું એડ કરું તો પ્રમુખસ્વામી મહારાજને આપેલા વચનોની અંદર હું ખોટો પડીશ. જેના પગલે મેં આ એડ કરવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *