નિઃસંતાન દંપતિની સારવારની આડમાં આ ઢોંગી બાબા ચલાવતો હતો કૂટણખાનું, એવાએવા કાંડ કર્યા હતા કે…

હાલ દેશના ખૂણે ખૂણે ધર્મના નામે કેટલાય ઢોંગી બાબો અલગ અલગ પેરતા કરી રહ્યા છે, લોકોને અંધશ્રદ્ધાના નામે કેટલીય મહિલાઓ સાથે દુષ્કર્મ આચરે છે, કેટલાય…

હાલ દેશના ખૂણે ખૂણે ધર્મના નામે કેટલાય ઢોંગી બાબો અલગ અલગ પેરતા કરી રહ્યા છે, લોકોને અંધશ્રદ્ધાના નામે કેટલીય મહિલાઓ સાથે દુષ્કર્મ આચરે છે, કેટલાય પરિવારોને લુંટી લીધા છે અને કેટલાય લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે. આવી ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, અને આજે પણ એવી જ એક ઘટના સામે આવી છે, આ ઘટના અનુસાર એક ઢોંગી બાબા બીમારી અને પુત્રપ્રાપ્તિના બહાને મોટું દેહવ્યાપાર ચલાવતો હતો. ઉત્તરપ્રદેશ રાજ્યની રાજધાની લખનઉ શહેરમાં સફેદ ડાઘની બીમારી તેમજ નિઃસંતાન દંપતિની સારવાર કરવાનાં બહાને દેહવ્યાપાર ચલાવતા એક બાબાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ગઈ કાલે બાબા નામનાં આ દંભીની વાતો લોકોનાં કાને આવતી હતી. છેવટે લોકોએ એક વખત જાતે જ, કાલે બાબાને ત્યાં દરોડો પાડ્યો તે સમયે એક પુરુષ તેમજ એક સ્ત્રી વાંધાજનક સ્થિતિમાં રંગે હાથ પકડાઈ ગયા હતા. તેની વિડિયો ક્લીપ વાઇરલ થતાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. તેમજ વેસ્ટર્ન ઝોન ચૌક વિસ્તારનાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર IP સિંઘે મિડિયાને જણાવ્યું હતું કે, આ કાલે બાબાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

લખનઉનાં હુસૈનાબાદ પોલીસ સ્ટેશનની હદમાં આ કાલે બાબા ગમે એવાં અસાધ્ય રોગોની સારવાર અંગેનો દાવો કરતો હતો. ખાસ નિઃસંતાન દંપતીઓને બાળકની તેમજ સફેદ ડાઘ હોય એવાં લોકોની સારવાર કરવાનો દાવો કરતો હતો. પણ એને ત્યાં જે રીતે સ્ત્રીઓ તેમજ પુરુષોની અવરજવર થતી હતી તે પરથી તે જગ્યાએ સેક્સ રેકેટ ચાલતું હોવાની શંકા લોકોનાં મનમાં થઇ હતી. તેથી જ અગાઉ ત્યાંના લોકોએ દરોડો પાડ્યો હતો. એ પછી પોલીસે બોલાવી અને પોલીસે આ કાલે બાબાને પકડી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *