પિતા અને દીકરીનો અનોખો પ્રેમ રહેલો છે, આ સબંધને દુનિયાનો સૌથી પવિત્ર સબંધ માનવામાં આવે છે. સામાન્ય રીતે દીકરીને પિતા સાથે વધારે પ્રેમ હોય છે, અને પિતાને દીકરા કરતા દીકરી સાથે વધારે પ્રેમ હોય છે, પરંતુ અહિયાં એક એવી ઘટના સામે આવી છે, જે દીકરી અને પિતાના સબંધને લાંછન લગાવ્યું છે.
કોરોનાના કાળા કાળ વચ્ચે સુરતમાંથી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. જેમાં એક કળિયુગી પિતાએ એક વર્ષની નાની ઉંમરની દીકરીને પહેલા માળેથી નીચે ફેંકી દીધી છે. એક વર્ષની બાળકી સાથે આવું કૃત્ય કરનાર આ પિતાની આ ઘટના લોકો સામે ઉઘાડી થઇ છે.
આ બાબતની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પત્ની ઉપર તેના પતિને શંકા હતી કે દીકરી પોતાની નથી. આ પ્રકારનો વહેમ રાખીને એક વર્ષની માસૂમ બાળકીને નીચે ફેંકી દીધી હતી.
નીચે પડવાને કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યાર બાદ બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. બાળકીની તબિયત નાજુક જણાય રહી છે. આ વચ્ચે માતાએ પણ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે માતાની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle