ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર વ્યક્તિને મહારાષ્ટ્રની એટીએસ ટીમે ધરપકડ કરી છે અને આ યુવકની ધરપકડ મુંબઈના ચુનાભાતી વિસ્તારમાંથી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, મુંબઈનો રહેવાસી ૨૫ વર્ષનો યુવક કામરાન અમીર ખાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી.
તેના બાદ આરોપી યુવકની ધરપકડ કરવા માટે ઘણાબધા રાજ્યોની પોલીસ એક્ટિવ બની ગઈ હતી. આ યુવકે પોલીસ મુખ્યાલયમાં ફોન કરી સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. ધરપકડ બાદ આરોપીએ એટીએસને જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર યોગી આદિત્યનાથે બનાવેલી ભડકાવ વીડિયો પોસ્ટ જોઈ તેના મનમાં યોગી આદિત્યનાથ માટે ગુસ્સો આવ્યો હતો અને આ ગુસ્સાને લીધે તેણે બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી.
Lucknow Police (UP) had registered FIR in Gomati Nagar Police Station y’day&had intimated Maharashtra ATS about the suspect being in Mumbai. The arrested accused has been handed over to UP Special Task Force and will be produced before a court in Mumbai tomorrow: Maharashtra ATS https://t.co/OuaRON8vyc
— ANI (@ANI) May 23, 2020
મળતી જાણકારી અનુસાર, ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડનું કામ કરે છે. મહારાષ્ટ્ર એટીએસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 22 મેના રોજ લખનૌ સ્થિત પોલીસ મુખ્યાલયમાં ઉત્તરપ્રદેશ પોલીસના સોશિયલ મીડિયા હેલ્પ ડેસ્ક પર કામરાન ખાને ફોન કર્યો હતો. આ દરમિયાન તેણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યુ કે, ગુપ્ત સૂત્રોથી ધમકી આપનાર વ્યક્તિની જાણકારી મળી જેના બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news