કોરોના મહામારીના સંકટમાં ગુજરાત રહ્યા સરકારના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી કથિત રીતે ગુમ હોવાના કટાક્ષો અને ચર્ચાઓ વચ્ચે આજે કિશોર કાનાણી લોકો સામે આવ્યા હતા પરંતુ એ બાદ એક અન્ય વિવાદ ઉભો થયા સોશિયલ મીડિયા પર કિશોર કાનાણીની અસભ્ય અને સડક છાપ કહી શકાય એવી ભાષામાં જવાબ આપતા અને તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ કાનાણી ની મંત્રી પદની લાયકાત બાબતે પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હાલ તેમની ફેસબુક કૉમેન્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. કુમાર કાનાણીના ઓફીસીઅલ ફેસબુક એકાઉન્ટમાં એક કોમેન્ટના પ્રતિઉત્તરમાં તેઓએ એવો જવાબ આપ્યો છે કે, “આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે. આવી ભાષા પ્રયોગથી લોકો સ્તબ્ધ બની ગયા છે” આ પ્રકારની ભાષા એક મંત્રીને શોભે તેવી નથી. મંત્રીશ્રીએ એ સમજવાની જરૂર છે કે આ સોશિયલ મીડિયાના જમાનામાં દરેક યૂઝર્સ કોઈ પણ કમેન્ટ કરી શકે છે એને ટાળવાની જગ્યાએ મંત્રીશ્રીએ પણ એજ ભાષામાં જવાબ આપ્યો છે. જેની ટીકા થઈ રહી છે. ઘણા લોકો આ વિશ્વાસ પણ કરી શક્યા નથી કે ખરેખર આ કુમાર કાનાણીનું ઓફિશિયલ ફેસબુક પેજ છે કે નહીં.
કાનાણીનું આ ફેસબુક એકાઉન્ટ ફેસબુક દ્વારા બ્લુ ટીક વેઈફાઈ થયેલું છે. ગઈકાલે કુમાર કાનાણીના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટ સુરત મોટાવરાછા ખાતે એક ફ્લેટની મુલાકાત સમયની હતી. જેમાં એક વ્યક્તિએ એવી કોમેન્ટ લખી હતી કે, “તમે થાઓ ભેગા, જુઓ લોકડાઉન તોડવાનો કાયદો, 2 દંડા ખાવાના વધારાના” જેના રિપ્લાયમાં કાનાણીએ જણાવ્યું હતું કે, “આ બધાને કોણ તમારો બાપ ખવરાવશે”. આ ઉપરાંત પણ એક યૂઝર્સે ખોટા ખર્ચ કરવાના રહેવા દો, હશે તે ખાવા થશે… સમજાય તેને વંદન આ પોસ્ટ પર પણ કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી હતી કે, તમારું ધ્યાન રાખો, ગામની ચિંતા ન કરવી.
કુમાર કાનાણીની આ પોસ્ટ પર વંદન કુમાર નામના એક યૂઝરે રિપ્લાય આપ્યો હતો કે, ગામની કરે છે એટલે જ સલાહ આપે છે. ઘરે રહો એમ કહેવાને બદલે બધાને ઘર બહાર કાઢીને રોડ પર ભેગા ન કરાય.
એક યુઝરે કોમેન્ટ કરી હતી કે “ઘરે રહેવાનો મેસેજ આપવા માટે ઘરેથી બહાર બોલાવ્યા અને ફોટા પડાવી સોશિયલ મીડિયામાં મૂકી લોકોને જાગૃત કર્યા, બસ આ રેસિપી જ અમને ગમે છે” જેના જવાબ મંત્રીએ લખ્યું હતું કે “બોલો, ઘરે બેસો તોય તકલીફ કે દેખાતા નથી, બહાર નીકળો તોય તકલીફ, મારા દીકરાને વાંધો જ હોય”