ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut) તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે અને હવે કંગનાએ ફરી એકવાર મહાત્મા ગાંધી(Mahatma Gandhi) પર નિશાન સાધતા તેમની મજાક ઉડાવી છે. કંગના રનૌતે એવો દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો કે મહાત્મા ગાંધીએ ક્યારેય સુભાષ ચંદ્ર બોઝ(Subhash Chandra Bose) અને ભગત સિંહ(Bhagat Singh)ને સમર્થન આપ્યું ન હતું. તે જ સમયે, કંગનાએ મહાત્મા ગાંધીના અહિંસાના મંત્રની મજાક ઉડાવી અને કહ્યું કે બીજો ગાલ ફેરવવાથી વ્યક્તિને ‘ભીખ’ મળે છે, સ્વતંત્રતા નહીં.
કંગનાએ ગાંધી વિશે કહી આ વાત:
કંગનાએ એક સમાચાર શેર કર્યા છે, જેમાં લખ્યું છે કે ‘ગાંધી બીજા નેતાજીને સોંપવા માટે રાજી થયા હતા’. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાએ બ્રિટિશ ન્યાયાધીશ સાથે સંમત થયા હતા કે જો તેઓ દેશમાં પ્રવેશ કરશે તો તેઓ સુભાષ ચંદ્ર બોઝને સોંપશે. આ સમાચાર પર ટિપ્પણી કરતા કંગનાએ લખ્યું છે કે, ‘કાં તો તમે ગાંધીજીના પ્રશંસક છો અથવા તો નેતાજીના સમર્થક છો. તમે બંને સાથે ન હોઈ શકો… પસંદ કરો અને નક્કી કરો.’
આ સિવાય કંગના રનૌતે અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે ‘જે લોકો આઝાદી માટે લડ્યા હતા તેઓને તેમના માલિકોને એવા લોકોએ સોંપી દીધા હતા જેમનામાં તેમના જુલમ સામે લડવાની હિંમત ન હતી અથવા જેમનું લોહી ઉકળતું નહોતું પરંતુ તેઓ ચાલાક અને લોભી હતા.
ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી આપવામાં આવે:
મહાત્મા ગાંધી પર નિશાન સાધતા કંગનાએ દાવો કર્યો કે એવા પુરાવા છે કે તે ભગત સિંહને ફાંસી આપવામાં આવે. કંગના રનૌતના આ નિવેદનો પર વિવાદ ઉભો થયો છે અને જયપુરમાં તેની વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
કંગનાએ કહ્યું, આઝાદી બીજો ગાલ આગળ કરવાથી નથી મળતી:
34 વર્ષની કંગનાએ કહ્યું કે, અમને નાનપણથી જ કહેવામાં આવે છે કે જો કોઈ તમને થપ્પડ મારે તો બીજી થપ્પડ માટે બીજો ગાલ આગળ કરો અને આ રીતે તમને આઝાદી મળશે. આમ કરવાથી ક્યારેય મુક્તિ મળતી નથી, ભીખ મળી શકે છે. તમારા હીરોને સમજદારીથી પસંદ કરો.’
કંગનાએ પહેલા કહ્યું હતું કે, 2014માં સાચી આઝાદી મળી:
આ પહેલા કંગનાએ કહ્યું હતું કે ભારતને 1947માં આઝાદી મળી નથી, પણ ‘ભીખ’ મળી હતી. કંગનાએ કહ્યું હતું કે ભારતને વાસ્તવિક આઝાદી 2014માં મળી હતી, જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી હતી. નોંધનીય છે કે તાજેતરમાં જ અભિનેત્રી કંગના રનૌતને આઝાદી અંગે આ નિવેદન આપ્યાના બે દિવસ બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.