મહાકુંભમાં જવા માટે પત્નીએ જીદ પકડી તો પતિ વંદે ભારત આગળ કુદી પડતાં મળ્યું મોત

Kanpur News: કાનપુર રેલવે સ્ટેશન પર શુક્રવારે ઝારખંડ જતી વખતે દંપતિ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. પત્ની પહેલા મહાકુંભમાં જવા માટે જીદ (Kanpur News) કરી રહી હતી. ત્યારબાદ વિવાદ વધતા યુવકે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આગળ કૂદી જીવ આપી દીધો હતો. આ કારણે અયોધ્યા વંદે ભારત પોણો કલાક સેન્ટ્રલ સ્ટેશન પર જ ઉભી રાખવામાં આવી હતી.

ઝારખંડના ધનાબાદમાં રહેતા સુરજ યાદવ પોતાની પત્ની શોભા કુમારી તેમજ સાળી અને સાસુ સાથે કાનપુરમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. તે ઝારખંડ પોતાના ઘરે જવા માટે શુક્રવારે કાનપુર રેલવે સ્ટેશનને પહોંચ્યા હતા. આ દરમિયાન દંપતિ વચ્ચે વિવાદ થઈ ગયો.

વંદે ભારત એક્સપ્રેસ આગળ કૂદી ગયો સુરજ
આ દરમિયાન બપોરે લગભગ 11 વાગ્યે સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર અયોધ્યા વંદે ભારત એક્સપ્રેસ આવી તો સુરજ ટ્રેનની આગળ કૂદી ગયો. ટ્રેનની અડફેટે આવવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું. પોતાના ભાઈને દિલ્હી છોડવા માટે આવેલા મોહિતે જણાવ્યું હતું કે તે આ દંપત્તિની પાછળ જ ઉભો હતો.

કહી રહ્યો હતો પહેલા ઘરે જઈએ પછી મહા કુંભમાં જઈશું
મહિલા પતિ પાસે મહાકુંભમાં જવા માટે જીદ કરી રહી હતી. આ યુવકની સાળી પોતાની બહેનને સમજાવી રહી હતી પરંતુ તે કંઈ સાંભળવા તૈયાર ન હતી. લખનઉ જઈ રહેલા ગુલ્ફામએ જણાવ્યું હતું કે યુવક કહી રહ્યો હતો કે આટલા દિવસ બાદ ઘરે જવા નું થઈ રહ્યું છે, પહેલા ઘરે જઈએ પછી મહાકુંભમાં જઈશું.

લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી
પરંતુ પત્ની પોતાની જીદ પકડીને બેસી ગઈ હતી. વિવાદ થતી વખતે વંદે ભારત ટ્રેન આવી અને યુવકે અચાનક છલાંગ લગાવી દીધી. રેલવે પોલીસના અધિકારી ઓએન સીહએ જણાવ્યું કે સૂરજ પરિવાર સાથે કાનપુરમાં ઇંટ ભઠ્ઠામાં કામ કરતો હતો. પત્ની સાથેના વિવાદને લીધે તેણે આ આત્મહત્યા કરી છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.