ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્ર પહોચ્યું તો, જીવતા સળગ્યા માં-દીકરી… મળ્યું દર્દનાક મોત

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur)માં ગેરકાયદેસર દબાણ હટાવવા પર વહીવટીતંત્રની કાર્યવાહી સામે લોકોના પ્રદર્શન દરમિયાન એક ઝૂંપડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન બે લોકો…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur)માં ગેરકાયદેસર દબાણ હટાવવા પર વહીવટીતંત્રની કાર્યવાહી સામે લોકોના પ્રદર્શન દરમિયાન એક ઝૂંપડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન બે લોકો ઝૂંપડીમાંથી બહાર આવવામાં સફળ થયા પરંતુ માતા અને પુત્રી અંદર ફસાઈ ગયા હતા. આ દરમિયાન આગમાં સળગીને બંનેનું દર્દનાક મોત થયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે સરકારી જમીન પર થયેલા દબાણને હટાવવા પ્રશાસનની ટીમ પહોંચી હતી. આ દરમિયાન પીડિતાના પરિવારજનોએ આત્મદાહ(Self-immolation)કરવાની ધમકી આપી હતી. આત્મદાહની ધમકી વચ્ચે ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. જેમાં માતા-પુત્રીનું સળગી જવાથી કરુણ મોત થયું હતું. ઘટના રૂરા પોલીસ સ્ટેશન વિસ્તારના મદૌલી ગામની છે.

આગમાં સળગીને મોતને ભેટેલા માતા-પુત્રીના મોતનો મામલો વધુ ઘેરો બની રહ્યો છે. ઘટનાસ્થળે સેંકડો ગ્રામજનો એકઠા થયા હતા, ગ્રામજનોએ લેખપાલની કાર પલટી મારી હતી. સ્થળ પર હંગામો જોઈને, કમિશનર અને કાનપુર ડિવિઝનના એડીજી, આલોક સિંહ, ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિત પરિવારોને કમિશનર અને કાનપુર ઝોનના એડીજીને સમજાવવામાં રોકાયેલા હતા.

પરિવારજનોના વિરોધને કારણે પોલીસ હજુ સુધી મૃતદેહને હાથ લગાવી શકી નથી. પરિવાર જિલ્લા પ્રશાસન પર બેદરકારી અને હત્યાનો આરોપ લગાવી રહ્યો છે. બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રી પ્રતિભા શુક્લાએ કાનપુરની ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સીએમ મહિલાઓની સુરક્ષાને લઈને સંવેદનશીલ છે.

લોકો માત્ર જોતા રહ્યા અને વિડીયો બનાવતા રહ્યા:
અત્રે ઉલ્લેખનીય છે કે, બુલડોઝરની કાર્યવાહી દરમિયાન આગ લાગી ત્યારે વહીવટી ટીમ પણ ત્યાં હાજર હતી અને મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતા જેઓ વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા. મા-દીકરીને બચાવવાની કોઈએ તસ્દી લીધી નહીં.

પ્રશાસને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. એસપીનું કહેવું છે કે, બંનેએ પોતાની જાતે જ આગ લગાવી દીધી હતી. મૃતક મહિલા પ્રમિલા દીક્ષિતના પતિ કૃષ્ણ ગોપાલ અને તેમના પુત્ર શિવમે વહીવટી અધિકારીઓ પર ઝૂંપડીને આગ લગાડવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *