દર્શનાર્થે જતા મિત્રોને રસ્તામાં જ થયો કાળનો ભેટો, કાર અને ટેમ્પોની ભયંકર અથડામણમાં ચાર લોકો મોતને ભેટ્યા

આજકાલ અકસ્માતના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેના કારણે કેટલાક લોકોને ગંભીર ઈજા થાય છે, તો કેટલાય લોકો મુત્યુ પામે છે. આવો જ એક કિસ્સો મનોહરપુર-કૌથુન હાઈવે(Manoharpur-Kauthun Highway) પર સામે આવ્યો છે, જેમાં કાર-ટેમ્પાની ભયાનક અથડામણ થવાથી ચાર મિત્રો મુત્યુ પામ્યા હતા. કારમાં સવાર યુવક યુપીના કાનપુર(Kanpur) જિલ્લાનો રહેવાસી હતો અને ખાટુશ્યામજીના દર્શને જઈ રહ્યો હતો. આ અકસ્માત મંગળવારે સવારે દૌસા જિલ્લાના સેંથાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.

સેંથલ પોલીસ સ્ટેશનના પ્રભારી અજીત બડસરાએ જણાવ્યું કે કાનપુર જિલ્લાના નમસ્તા વિસ્તારના 5 મિત્રો સોમવારે સવારે 11 વાગે ખાટુશ્યામજીના દર્શન કરવા કારમાંથી નીકળ્યા હતા. મંગળવારે સવારે 4:30 વાગ્યાની આસપાસ દૌસાના બાપી ગામ નજીક તેમની કાર અને ટેમ્પા વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.

અકસ્માત સમયે બંને વાહનોની સ્પીડ વધુ હતી, ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા બોલી ગયા હતા, જ્યારે ટેમ્પાને પણ ભારે નુકસાન થયું હતું. પાંચેય મિત્રો કારમાં ફસાયેલા હતા જે ટક્કર બાદ વિખેરાઈ ગઈ હતી. પોલીસે લોકોની મદદ દ્રારા ભારે મહેનત કરીને કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢયા અને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરએ 4 યુવકોને મૃત જાહેર કર્યા હતા.

તે જ સમયે, એક યુવક અને તેના સાથી સહિત ટેમ્પાના ચાલકને ગંભીર હાલતમાં જયપુર રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં એએસપી(ASP) ડો.લાલચંદ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *