સોશિયલ મીડિયા (Social media) પર આ દિવસોમાં એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત એવી કાવડ (Kawad) સાથે યાત્રા પર નીકળ્યો છે, જેને જોઈને લોકો તેને કળિયુગ (Kaliyuga)નો ‘શ્રવણ’ (Shravan Kumar) કહેવા લાગ્યા છે. આ વીડિયો લોકોના દિલને ખુબ સ્પર્શી ગયો છે.
કાવડ યાત્રામાં શિવભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર શિવભક્તો જ કાવડ લઈને ફરતા જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે કાવડ યાત્રા અશ્વમેધ યજ્ઞ જેટલું જ પુણ્ય આપે છે. તમે જોયું જ હશે કે સાવનનો મહિનો આવતા જ કાવડિયાઓની કાવડયાત્રા શરૂ થઈ જાય છે. આ દરમિયાન આખો દેશ બોલ-બમના નારાથી ગુંજી ઉઠે છે. ભક્તોના કાવડ ઘણા પ્રકારના હોય છે, કોઈ ભક્ત સાદા કાવડ સાથે યાત્રા કરે છે તો કોઈ કાવડને ફૂલોથી શણગારે છે, પરંતુ આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત એવા કાવડ સાથે યાત્રા પર નીકળ્યો છે, જેને જોઈને લોકોને શ્રવણનું યાદ આવી ગઈ છે.
जहां आजकल बूढ़े मां-बाप का तिरस्कार होता है, उन्हें घर से निकाल दिया जाता है या अपने साथ रहने नहीं दिया जाता.. वहीं आज इसका विपरीत दृश्य देखने को मिला..
लाखों शिवभक्तों के बीच एक श्रवण कुमार भी है जो पालकी में अपने बुज़ुर्ग माता-पिता को लेकर कांवड़ यात्रा पर आया है..
मेरा नमन! pic.twitter.com/phG1h3pfg1
— Ashok Kumar IPS (@AshokKumar_IPS) July 19, 2022
તમે શ્રવણ કુમારની વાર્તાથી પરિચિત હશો. એવું કહેવાય છે કે એકવાર શ્રવણે અંધ માતા-પિતાએ તીર્થયાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છા પૂરી કરવા માટે શ્રવણ કુમારે એક કાવડ બનાવ્યુ હતું, જેમાં તેણે પોતાના ખભા પર કાવડ લઈને તીર્થયાત્રા કરી હતી. હવે કળયુગમાં પણ આવા જ એક ‘શ્રવણ કુમાર’નો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેણે પણ પોતાના વૃદ્ધ માતા-પિતાને કાવડ યાત્રા કરાવી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ભક્ત તેના માતા-પિતાને ખભા પર ઉપાડ્યા છે અને કાવડ યાત્રા પર લઈ જાય છે. આવા શિવભક્તને વિશ્વ વંદન કરે છે.
કળયુગના શ્રવણ કુમારનો આ વીડિયો IPS ઓફિસર અશોક કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યાં આ દિવસોમાં વૃદ્ધ માતા-પિતાનો તિરસ્કાર કરવામાં આવે છે, તેમને ઘરની બહાર કાઢી દેવામાં આવે છે અથવા તેમને એકલા મૂકી બીજે રહેવા જતા રહે છે. પરંતુ આજે આનાથી તદ્દન વિપરીત દૃશ્ય જોવા મળ્યું હતું. લાખો શિવભક્તોમાં એક શ્રવણ કુમાર પણ છે, જે પોતાના વૃદ્ધ માતા-પિતાને પાલકીમાં બેસાડી કાવડયાત્રા પર આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.