ફેમસ કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. તેનો શો ‘ધ કપિલ શર્મા શો(The Kapil Sharma Show)’ હાલમાં દરેક ઘરમાં લોકપ્રિય છે. તાજેતરમાં કપિલ શર્મા અને તેનો શો વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files)’ને લઈને પણ ખૂબ ચર્ચામાં હતો. દુનિયાને હસાવનાર કપિલનો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ અમૃતસર (Amritsar)માં થયો હતો. આજે તે પોતાનો 41મો જન્મદિવસ(Birthday) ઉજવશે.
વર્ષ 2007થી ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર Kapil Sharma આજે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્મા તેના શોમાંથી ઘણી કમાણી કરે છે. તે એક શો માટે લગભગ 40 થી 90 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
હાલમાં તેઓ 300 કરોડથી વધુની સંપત્તિના માલિક છે. Kapil Sharma પાસે લક્ઝરી વાહનોનું કલેક્શન પણ છે. તે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ અને મર્સિડીઝ બેન્ઝ સી ક્લાસ જેવી કાર ચલાવે છે. આ સિવાય તેની પાસે 1 કરોડ રૂપિયાની વોલ્વો X90 પણ છે. તેની પાસે હૈબુસા બાઇક છે, જેની કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે.
અમૃતસરના રહેવાસી Kapil Sharma નું પંજાબમાં લક્ઝરી ફાર્મહાઉસ છે, જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ છે, જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે. કપિલ શર્મા પાસે પોતાની એક વેનિટી વેન પણ છે. આ વાનમાં તમામ સુવિધાઓ છે.
કપિલ શર્માએ આ માટે લગભગ 5.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ટીવી શો સિવાય કપિલે બોલિવૂડમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે ‘કિસ કિસ કો પ્યાર કરો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.