ભાવનગરમાં પત્નીએ પતિને ખાટલા સાથે બાંધી જીવતો સળગાવી દીધો- મરણચીસોથી ફફડી ઉઠયું આખું ઘર

ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં તળાજા(Talaja)ના સરતાનરપર(Sartanarpar) ગામે ઘરકંકાસ(Domestic violence)ને લઈને થતાં ઝઘડાથી પત્નિએ પતિને ખાટલે બાંધીને સળગાવી દેતા પતિનું કરુણ મોત થયું હતું. આ ઘટના અંગે તળાજા…

ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં તળાજા(Talaja)ના સરતાનરપર(Sartanarpar) ગામે ઘરકંકાસ(Domestic violence)ને લઈને થતાં ઝઘડાથી પત્નિએ પતિને ખાટલે બાંધીને સળગાવી દેતા પતિનું કરુણ મોત થયું હતું. આ ઘટના અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તળાજા તાલુકાના સરતાનપર ગામે રહી ખેત મજુરી કામ કરી રહેલ આધેડને તેની પત્નિએ ખાટલે બાંધીને સળગાવી દેતા હત્યા કર્યાંનો બનાવ બન્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

પત્નીએ પતિને કેરોસીન છાંટીને સળગાવી નાખ્યો:
મળતી માહિતી અનુસાર, સરતાનપરમાં રહેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયા (ઉ.વ. અંદાજે 44) ગઈકાલે બપોરે 3.15 કલાક આજુબાજુ તેમના જ ઘરે લીમડાના ઝાડ નીચે ખાટલો રાખી સુઈ રહ્યા હતા ત્યારે તેમના પત્નિ મધુબેન સવજીભાઈ બારૈયાએ તેમને ખાટલે દોરી વડે બાંધી દીધા હતા અને કેરોસિન છાંટી સળગાવી દેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયાનું દર્દનાક મોત થયું હતું. પત્નીએ પતિને સળગાવ્યા પછી કોઈ બચાવવા માટે ન આવે તે માટે લાકડી લઈને આડી ઊભી રહી લોકોને તેમની નજીક જતા અટકાવતી હતી.

ઘરકંકાસને લીધે હત્યા થઇ હોવાનું પ્રાથમિક અનુમાન:
તળાજા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ તળાજા પોલીસ સ્ટેશનમાં મધુબેન સવજીભાઈ બારૈયા સામે ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, પતિ પત્નિ વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો અને અવારનવાર ઝઘડો થતાં હોવાને લીધે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે. આ દંપતિને સંતાનમાં અનીતાબેન નામની એક દીકરી છે જે પરણિત છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મહિલાની અટક કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *