કર્ણાટક હાઈકોર્ટે(Karnataka High Court) એક ચુકાદામાં કહ્યું કે 18 વર્ષની ઉંમર પહેલાના લગ્ન(marriage)ને રદ કરી શકાય નહીં. બેન્ચે આ અંગે ફેમિલી કોર્ટના અગાઉના આદેશને પણ બાજુ પર રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ પી.બી. વરાલે અને જસ્ટિસ એસ વિશ્વજીત શેટ્ટીએ મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું, ‘હિંદુ મેરેજ એક્ટ(Hindu Marriage Act)ની કલમ 5(3) મુજબ છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. પરંતુ તેની સાથે લગ્ન રદ કરવા માટે કલમ મુજબ પુરાવા હોવા જોઈએ. આ સમગ્ર મામલામાં મહિલા લગ્ન સમયે સગીર હતી. જેની જાણ થતાં તેના પતિએ તેના વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. આ પછી મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
કોર્ટે શું કહ્યું?
ખંડપીઠે અવલોકન કર્યું કે, ‘લગ્ન માટે 18 વર્ષની વય નિર્દિષ્ટ કરતા નિયમને કાયદાની કલમ 11માંથી બાકાત રાખવામાં આવ્યો છે. લગ્ન રદ કરવા ઉપરાંત તથ્યો કલમ 5 અને નિયમો 1, 4 અને 5ની વિરુદ્ધ હોવા જોઈએ. તેથી, આ કિસ્સામાં લગ્ન રદ કરવું લાગુ કરી શકાય નહીં એટલે કે લગ્ન રદ કરી શકાય નહી.
લગ્ન સમયે મહિલા અરજદાર સગીર હતી:
માંડ્યા જિલ્લાની અરજદાર સુશીલાએ 15 જૂન 2012 ના રોજ મંજુનાથ સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે સુશીલા એક સગીર હતી. પાછળથી પતિને આ વિશે ખબર પડી અને લગ્ન રદ કરવાની માંગ સાથે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી.
ફેમિલી કોર્ટે અરજી સ્વીકારી હતી અને કહ્યું હતું કે, હિન્દુ લગ્ન અધિનિયમ મુજબ, કન્યા 18 વર્ષની હોવી જોઈએ. આ કિસ્સામાં, કન્યા 16 વર્ષ, 11 મહિના અને 8 દિવસની હતી. કોર્ટે કહ્યું હતું કે આ લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 11 હેઠળ માન્ય રહેશે નહીં. 8 જાન્યુઆરી, 2015 ના રોજ ફેમિલી કોર્ટે લગ્ન રદ કરવાનો આદેશ આપ્યો હતો. પત્ની સુશીલાએ આ હુકમની વિરુદ્ધ હાઇકોર્ટને અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.