Karnataka Car Accident: કર્ણાટકમાં NH-150A પર મંગળવારે સવારે હચમચાવી નાખે તેવો અકસ્માત થયો હતો. આ અકસ્માત ચિત્રદુર્ગ જિલ્લાના મોનાકલમુરુ તાલુકામાં (Karnataka Car Accident) બોમ્માક્કનહલ્લી મસ્જિદ પાસે થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે.
કાર ચલ્લાકેરેથી મોલાકલમુરુ થઈને બેલ્લારી જઈ રહી હતી. ત્યારે આ દુ:ખદ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોવા મળે છે કે એક કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ 15 વખત પલટી ગઈ હતી. આ દરમિયાન કારમાં સવાર લોકો હવામાં કૂદતા જોવા મળ્યા હતા.
પિતા અને બે પુત્રોનું મૃત્યુ
મૃતકોમાં 35 વર્ષીય મૌલા અબ્દુલનો સમાવેશ થાય છે. મૌલા કાર ચલાવી રહ્યા હતા. તેના બે પુત્રો રહેમાન (15 વર્ષ) અને સમીર (10 વર્ષ)નું પણ અકસ્માતમાં મોત થયું હતું. મૌલાની પત્ની સલીમા બેગમ, તેની માતા ફાતિમા અને પુત્ર હુસૈન ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે તેને બલ્લારી VIMS હોસ્પિટલમાં દાખલ કર્યો છે. રામપુર પોલીસે ઘટનાસ્થળે જઈને કેસ નોંધ્યો હતો. કાર ચલ્લાકેરેથી મોલાકલમુરુ થઈને બેલ્લારી જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. રામપુર પોલીસે ઘટનાસ્થળે જઈને કેસ નોંધ્યો હતો.
પોલીસે જણાવ્યું કે યાદગીરી જિલ્લાનો રહેવાસી પરિવાર બેંગલુરુથી પોતાના વતન જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો. તેમણે કહ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.
Location : Chitradurga
The cause of the crash is not known but it highlights the importance of seatbelts.@RSGuy_India @motordave2 https://t.co/zjxam5mORS pic.twitter.com/v1IJRavq1f
— DriveSmart
(@DriveSmart_IN) April 2, 2025
સીસીટીવીમાં જોવા મળેલ વિડીયો
પોલીસના જણાવ્યા અનુસાર પરિવાર મૂળ યાદીગરનો રહેવાસી છે. તે બેંગલુરુમાં નોકરી કરતો હતો. અકસ્માત સમયે કાર બેંગલુરુથી યાદીગર જઈ રહી હતી. આ અકસ્માતનો વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સબ ઈન્સ્પેક્ટર મહેશ હોસ્પેટે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે તમામ પીડિતોને બલ્લારી VIMS હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App