કર્ણાટકના કલબુર્ગીમાં (Kalaburagi) એક ભયાનક માર્ગ અકસ્માત (Raod Accident) થયો છે. શહેરના સાવલાગી ગામ (Savalagi village) પાસે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રકને એક પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. કારમાં સવાર ગર્ભવતી મહિલા સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલી ગંભીર હતો કે, કાર અને ટ્રક બંને પલટી ખાઇને રસ્તા પરથી નીચે પડી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં કેસ નોંધવામાં આવ્યો છે.
કર્ણાટકમાં એક દુ:ખદાયક માર્ગ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં સગર્ભા મહિલા સહિત 7 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રવિવારે સવારે કાલબુરાગી જિલ્લાના સવલાગી ગામ પાસે સગર્ભા સ્ત્રીને લઇને ઉભેલી ગાડી સાથે ટ્રક ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારને ઘણું નુકસાન થયું હતું.
Karnataka: Seven people including a pregnant woman died after the car they were travelling in, rammed into a standing truck near Savalagi village in Kalaburagi. A case has been registered. pic.twitter.com/5hGxkjGkrq
— ANI (@ANI) September 27, 2020
પોલીસે જણાવ્યું છે કે, મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા બધા એક જ પરિવારના છે. તે બધા કલબુર્બી જિલ્લાના આલંદ તાલુકાના રહેવાસી હતા. મૃત્યુ પામનારાઓમાં ત્રણ મહિલાઓ અને ચાર પુરુષો પણ હતા.
પોલીસે જણાવ્યું કે, મૃતક લોકો સગર્ભા સ્ત્રીને હોસ્પિટલમાં દાખલ કરવા લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર અનિયંત્રિત બની અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ હતી. તે જ સમયે, અકસ્માતમાં ઘાયલ બે લોકોને કલબુર્ગીની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક છે. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle