આજની મહિલાઓ કઈકને કઈક નવું કરી બતાવવાની ભાવના ધરાવતી હોય છે ત્યારે હાલમાં માન્યમાં ન આવે એવી જાણકારી સામે આવી છે. કર્ણાટકમાં આવેલ અત્થિકેટ ગામમાં રહેતી 43 વર્ષીય નૈના આનંદ કેળાના લોટમાં સોપારી તથા નારિયેળ મિક્સ કરીને ખુબ ટેસ્ટી ડિશ બનાવવા માટે પ્રખ્યાત છે. જેમાંથી એક ગુલાબ જાંબુ પણ છે કે, જે એણે બનાવ્યા છે.
જે ખુબ દૂર દૂર સુધી જાણીતા બન્યા છે. તેને આ કામની શરૂઆત આ સમયે કરી હતી કે, જ્યારે તેને એક ખેડૂતે કેટલાક પાકા તેમજ કાચા કેળા ભેટમાં આપ્યા હતા. શરૂઆતમાં તેને તેમાંથી કેટલીક મીઠાઈઓ બનાવી હતી પણ ત્યારપછી આ વાતનો અહેસાસ પણ થયો હતો કે, તેમાંથી અમુક કેળા ખરાબ થઈ ગયા હતા.
નૈનાના જણાવ્યા મુજબ, એકવાર કર્ણાટકના પત્રકારને મળી ત્યારે કહ્યું હતું કે, તે એનિટાઈમ વેજિટેબલ નામથી એક વ્હોટ્સએપ ગ્રુપ ચલાવે છે. આ ગ્રુપ ગામડાના ખેડૂતોને પરસ્પર કનેક્ટ કરવાનું કામ કરે છે. આ રીતે તે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જિસ્સી જ્યોર્જની સાથે જોડાઈ જે એક સંશોધક છે.
જ્યોર્જ સાથે તે કાચા તથા પાકેલા કેળામાંથી લોટ બનાવવાનું શીખી હતી. નૈના આ લોટનો ઉપયોગ રોટલી તેમજ અન્ય કેટલીક ડિશ બનાવવામાં કરવા લાગી હતી. એક દિવસ તેને કેળાના ગુલાબ જાંબુ બનાવ્યા હતા. આની માટે તેને કેળાના લોટને મિલ્ક પાઉડર, પાણી તેમજ દૂધમાં ભેળવીને એના નાના લોઆ બનાવ્યા હતા કે, જેને ગુલાબ જાંબુનો શેપ આપ્યો હતો.
ત્યારબાદ તેને ઘીમાં ડીપ ફ્રાય કર્યા હતા. ચાસણીમાં ડૂબાડ્યા તેમજ છીણેલા નારિયેલમાં રોલ કરી દીધા હતા. નૈનાએ બનાવેલ આ કેળાના લોટને તમિલનાડુમાં આવેલ તિરુચિરાપલ્લી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર બનાનામાં ઓળખ મળી હતી. હાલમાં તે આ લોટથી હેલ્ધી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.