‘કાશી’ એ હિન્દુ ધર્મનું સૌથી જૂનું જન્મસ્થળ છે, 3000 વર્ષથી લોકો રહેતા હોવાના મળી આવ્યા પુરાવા; જાણો ઇતિહાસ

Hindu city Kashi: બનારસ અને કાશી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આને હિન્દુ ધર્મનું સૌથી જૂનું શહેર માનવામાં આવે છે, જેનો ઈતિહાસ (Hindu city Kashi) ઘણો જૂનો છે. વારાણસીને હિન્દુ ધર્મનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે.

ઈતિહાસકારોના મતે, બનારસ ઉત્તર ભારતીય ઉત્તર પ્રદેશમાં 11મી સદીમાં બંધાયેલું શહેર છે. અહીં લગભગ 3000 વર્ષથી લોકો રહેતા હોવાના પુરાવા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વારાણસીને માત્ર હિંદુ ધર્મ કે ભારતનું જ નહીં પરંતુ એશિયાનું પણ સૌથી જૂનું શહેર માનવામાં આવે છે.

પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ કાશીનો ઉલ્લેખ છે, ‘કાશિરિત્તે..આપ ઇવાકાશિનાસંગ્રહિતઃ’. પુરાણોમાં તેને વૈષ્ણવ સ્થાન કહેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે વસેલા આ શહેરનું વિશેષ ધાર્મિક મહત્વ છે. અહીં લગભગ 88 ઘાટ છે. કાશી નગરીના નામનું વર્ણન મત પુરાણ અને શિવ પુરાણમાં પણ જોવા મળે છે.

બનારસમાં 2 હજારથી વધુ મંદિરો છે. ભગવાન શિવને સમર્પિત પ્રખ્યાત શિવ મંદિરની સાથે, વિશ્વનાથ મંદિર, દુર્ગા મંદિર અને હનુમાનજીનું સંકટ મોચન મંદિર પણ છે.